Aapnu Gujarat
ગુજરાત

જે પાણી કે અન્ન માંગી શકતા નથી એવા મુંગા પશુપક્ષીઓ માટે બળબળતા ઉનાળામાં ખોરાક-પાણીનો પ્રબંધ કરવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા : વિધાનસભા અધ્યક્ષશ્રી

જીવદયાનો અનોખો કાર્યક્રમ યોજીને શ્રી શિવાજી મહારાજ સહકારી મંડળી તથા જોગણી માતા સેવા ટ્રસ્ટ અને મહારાષ્ટ્રીયન યુવાનોએ, પુણ્યતિથિના અવસરે શિવાજી મહારાજને સંવેદનાસભર આદરાંજલિ આપી હતી. પવિત્ર અંગારીકા ચોથનો સુભગ સમન્વય સાધીને યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય શ્રીમતી સીમાબહેન મોહિલે, મહંતશ્રી અને મહાનુભાવોના હસ્તે લોકોને મુંગા પશુપક્ષીઓની તરસ છીપાવા પાણીના કુંડા, પક્ષીઓના માળા અને ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં નગરસેવકો, ટ્રસ્ટના અને યુવક મંડળના પદાધિકારીઓ જોડાયા હતા. અધ્યક્ષશ્રીએ કાર્યક્રમ સાથે સંકળાયેલા યુવા સમુદાયને સમાજને જીવદયાની સંવેદના સાથે જોડાવા માટે અભિનંદન આપ્યા હતા. અબોલ પશુપક્ષીઓ પાણી કે અન્ન માંગી શકતા નથી તેનો ઉલ્લેખ કરતાં અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બળબળતા ઉનાળામાં મુંગા જીવોનું જીવન દોહ્યલુ બનતું હોય છે ત્યારે તેમના માટે ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરવી એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આયોજક સંસ્થાઓ અને યુવકોએ જીવદયાના આ સ્તુત્ય કાર્યની સાથે શિવાજી મહારાજ નિર્વાણ દિવસ અને અંગારીકા ચોથને જોડીને પશુસેવા, દેશસેવા, અને ધર્મસેવાનો ત્રિવેણી સંગમ સાધ્યો છે. તેમણે અબોલ જીવોની સેવા માટેનો ઉત્સાહ બતાવવા બદલ નગરજનોને અભિનંદન આપ્યા હતા. ધારાસભ્ય શ્રીમતી સીમાબહેન મોહિલેએ પણ યુવકો અને સંસ્થાઓના જીવદયા આયોજનને બિરદાવ્યું હતું તથા શિવાજી મહારાજના જીવન અને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

Related posts

नारणपुरा की बैंक ऑफ बडौदा में बुजुर्ग के साथ धोखाधड़ी

aapnugujarat

કોંગ્રેસની વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ

aapnugujarat

પરિણિતાએ બે બાળકી સાથે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1