Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ વ્યકત કરતા જયોતિરાદિત્ય સિંધિયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરપ્રદેશમાં તેમની પાર્ટીનાં ૨૦૧૪ની તુલનામાં સારુ પ્રદર્શન કરવા અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટીએ દીર્ધકાલીન હિતોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની રણનીતિ છે અને પરિણામ દેખાડશે કે પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ણય સાચો હતો. લોકસભામાં ૮૦ સાંસદ મોકલનારા ઉત્તરપ્રદેશમાં થોડા સમય વિતાવ્યા બાદ સિંધિયા હવે મધ્યપ્રદેશનાં ગુના સંસદીય સીટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે જ્યાંથી તેઓ પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ઉત્તરપ્રદેશ (પશ્ચિમ)ના પાર્ટી વડા સિંધાયાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, અમે આ વખતે ઉતરપ્રદેશમાં પોતાના પગ પર ઉભા રહેવા અને પાર્ટીને મજબુત કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશમાં પરિણામ બાદ તમે જોશો કે પાર્ટીના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય યોગ્ય છે. ૪૮ વર્ષીય સિંધિયાએ કહ્યું કે, અમે આ વખતે સમગ્ર ઉત્તરપ્રદેશમાં સારુ કામ કરીશું. મતદાતાઓને નિર્ણ કરવા દો. બસપા-સબા- રાલોદના ગઠબંધનને કારણે કોંગ્રેસને નુકસાન થશે તેના જવાબમાં સિંધિયાએ કહ્યું કે, મને લાગે છે કે દરેક દળ તે સ્થળે આગળ રહેશે જ્યાં તે મજબુત છે. એટલા માટે મહાગઠબંધનથી કોંગ્રેસની સંભાવનાઓને નુકસાન પહોંચવાનો કે તેના વિપરિત પરિણામનો કોઇ સવાલ જ પેદા નથી થતો. વાત તેના પર નિર્ભર છેકે પાર્ટી પાસે કેટલા મજબુત ઉમેદાવાર છે. સૌથી મજબુત સંગઠન છે. સિંધિયાએ કહ્યું કે, રાજનીતિ એક સંભાવનાઓની કળા છે. રાજનીતિમાં ગમે તે શક્ય છે અને તમારે મજબુત રીતે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરવો પડશે. ક્યારે ક્યારેક પ્રયાસ રંગ લાવે છે, ક્યારેક એવું નથી પણ થઇ શકતું. તેમ પુછવામાં આવતા કે ૨૩ મેનાં રોજ મતગણતરી બાદ શું થશે, તેમણે કહ્યું કે, આ ત્યારે જોઇશું, જ્યારે ખબર પડશે કે ઉંટ કઇ તરફ પીઠ કરીને બેસે છે. સિંધિયાએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં હાલમાં બનેલી કોંગ્રેસ સરકારે ચૂંટણી પહેલા કરેલા વચનો પુર્ણ કરવાની દિશામાં ઘણુ સારુ કામ કર્યું છે. મધ્યપ્રદેશમાં કમલનાથ નીત સરકારનાં સત્તામાં આવ્યા બાદ વિજળી ઘટાડાની સમસ્યા સંબંધિત અહેવાલ અંગે પુછવામાં આવતા સિંધિયાએ કહ્યું કે, આ સમસ્યા રાજ્યમાં પૂર્વવર્તી ભાજપ સરકાર તરફથી વારસામાં મળી છે અને સરકાર તેનો સામનો કરી રહી છે.

Related posts

‘નમો જેકેટ’નું ધૂમ વેચાણ

aapnugujarat

મમતા-સીબીઆઇ વિવાદ : આજે સુપ્રીમમાં સુનાવણી

aapnugujarat

कोरोना काल में नौकरी गंवाने वालों को हम रोजगार मुहैया कराएंगे : सीएम नीतीश

editor

Leave a Comment

UA-96247877-1