Aapnu Gujarat
Uncategorized

ગઢડા ગોપીનાથજી મંદિરની ભારે ડ્રામા વચ્ચે થયેલ ચૂંટણી

ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ૧૦ વર્ષ બાદ આજે ભારે હાઇવોલ્ટેડ ડ્રામા વચ્ચે પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઇનો લાગી હતી. એક બેઠક બિનહરિફ થતા છ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. ગઢડા ગોપીનાથજી મંદિર કમિટીની ચૂંટણીમાં બ્રહ્મચારી વિભાગમાં સંત ચંદ્રસ્વરૂપાનંદજી સ્વામી બિનહરીફ ઉમેદવાર હતા. કુલ ૨૭ બૂથ પર ૨૦ હજાર જેટલા મતદારો મતદાન કરવા લાઇનમાં જોતરાયા હતા. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જે સાંજના પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. મતદાન દરમ્યાન દેવપક્ષના ભાનુપ્રસાદ સ્વામીનો મતદારોએ હુરિયો બોલાવ્યો હતો, એ વખતે વાતાવરણ ગરમાયું હતું. જો કે, પોલીસે ભારે સંયમ દાખવી સમગ્ર મામલો થાળે પાડયો હતો. બપોર સુધીમાં ૩૫ ટકાથી વધુ મતદાન થયું હતું, જયારે સાંજે છ વાગ્યા સુધીમાં ૭૦ ટકા મતદાન નોંધાયું હતું. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે યોજાયેલા પ્રતિષ્ઠાભર્યા જંગમાં છેલ્લા એક કલાકમાં ભારે રસાકસી રહી હતી અને ભારે ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે ચૂંટણી સંપન્ન થઇ હતી. રાજયના હરિભકતોએ ભારે ઉત્સાહ સાથે મતદાનમાં ભાગ લીધો હતો. આવતીકાલે હવે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો, ગઢડા મંદિરના એસ.પી.સ્વામીએ મતદાન દરમ્યાન બોગસ વોટીંગની આશંકા સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી હતી. જો કે, તંત્રએ કોઇ ગેરરીતિ અને અનિચ્છનીય બનાવ ના નોંધાય તે માટે ચુસ્ત વ્યવસ્થા કરી હતી. ગઢડામાં સામા પક્ષે મતદાન મથક પર દેવપક્ષના ભાનુપ્રસાદ સ્વામીનો મતદારોએ હુરિયો બોલાવ્યો હતો. મતદાન મથક પર સ્વામી આવતા મતદારોએ હુરિયો બોલાવ્યો હતો. પરંતુ પોલીસ મતદાન મથક પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્‌યો હતો. એસપી સ્વામીએ દેવ પક્ષ પર ડમી મતદાનની આશંકા વ્યક્ત કરી હતી, જેને પગલે ચૂંટણી અધિકારીએ સમગ્ર મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાવી હતી. દેવ પક્ષના પોલીંગ એજન્ટો ચૂંટણી નિશાન હાથના કાંડામાં પહેરી મતદારોને બુથમાં દેવ પક્ષ તરફી મતદાન કરવા પ્રેરી રહ્યાનો આક્ષેપ પણ એસ.પી.સ્વામીએ કર્યો હતો. ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણી માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ૩૫ અધિકારી તેમજ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી મળી આશરે ૭૦૦ જેટલા જવાનોને ફરજ સોંપાઈ છે. બોટાદ ઉપરાંત ભાવનગર અને અમરેલી એલસીબીની ટીમ પણ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે ખડેપગે રહી કાયદો-વ્યવસ્થા જાળવી રહી છે. આ મંદિરમાં છેલ્લા ૧૦ વર્ષથી ચૂંટણી યોજાઈ નથી અને ચૂંટણીને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બે મહિના પહેલા હુકમ કરવામાં આવ્યો હતો કે આઠ અઠવાડિયાની અંદર ગઢડા મંદિરની ચૂંટણી યોજાવી જોઈએ. જેને લઈ સુપ્રીમે હાઈકોર્ટના નિવુત જજ એસ.એમ.સોનીની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરી છે. આ પૂર્વે નવા મતદારોના નામ દાખલ કરવાને લઈને પણ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પહોંચ્યો હતો. જો કે, આજે ભારે ઉત્તેજનાભર્યા માહોલ અને હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી સંપન્ન થતાં તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.

Related posts

राजकोट-मोरबी का संयुक्त कृषि महोत्सव गोंडल में हुआ

aapnugujarat

भारत-नेपाल सीमा पर नेपाली पुलिस ने 5 भारतीयों को मारी गोली, 1 की मौत

editor

જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું અકસ્માતમાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1