Aapnu Gujarat
રમતગમત

આઈપીએલનાં પ્રચાર પાછળ બીસીસીઆઈએ અધધધ…રૂ. ૫૦ કરોડ ખર્ચી નાખ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી ધનવાન લીગમાંની એક છે તેમ છતા તેનો પ્રચાર-પ્રસાર કરવાની જરૂર પડે છે. આઈપીએલની ૧૨મી સીઝનનાં પ્રચાર માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૫૦ કરોડ રૂપિયા અલગથી રાખ્યા હતા. ટૂર્નામેન્ટની આ સીઝનની જાહેરાત કરવા માટે બીસીસીઆઈએ ૫૦ કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો છે. એજન્સીએ આ અંગેના દસ્તાવેજોને ટાંકીને જણાવ્યું હતું કે તેમની પાસે કેટલાક દસ્તાવેજો છે જેમાં બોર્ડનાં બજેટમાં આઈપીએલના પ્રચાર પાછળ ખર્ચાયેલી રકમનો ઉલ્લેખ થયેલો છે.
રસપ્રદ વાત તો એ છે કે, આઈપીએલની ૧૧મી સીઝનનાં પ્રચાર માટે પણ બોર્ડે આટલા જ રૂપિયાનું બજેટ ફઆળવ્યું હતું. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટના પ્રારંભ પૂર્વે અને નોકઆઉટ રાઉન્ડ દરમિયાન જાગરુકતા વધારવાનો આનો ઉદ્દેશ છે.
અધિકારીએ કહ્યું ‘સામાન્ય રીતે આ પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવે છે. ૮૦ ટકા રકમ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાનાં મહિનામાં અને બાકીની ૨૦ ટકા રકમ પ્લેઓફ પહેલા વાપરવામાં આવે છે. તમે છાપામાં આઈપીએલની જે જાહેરાત જોવો છો તે અને રોડ પર લગાવાતા હોર્ડિંગ્સમાં જાહેરાત જોવો છે તે આ જ પ્રક્રિયાનો એક ભાગ છે.’

Related posts

સ્મૃતિ મંધાનાને ‘શિવ છત્રપતિ એવોર્ડ’થી સમ્માનિત કરાશે

aapnugujarat

ફાફ ડુ પ્લેસિસને ઈજા થતાં ચેન્નાઈ સુપર કિંગ્સની ચિંતા વધી

editor

IPL होने की खबर सबसे अच्छी : अय्यर

editor

Leave a Comment

UA-96247877-1