Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભારતના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ગ્રોથમાં એપ્રિલમાં નોંધાયો ઘટાડો

ગુરૂવારના રોજ રજૂ કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટ અનુસાર, નવા ઓર્ડરમાં નરમ વધારો થવાને કારણે એપ્રિલ મહિનામાં મેન્યુફેક્ટરિંગ સેક્ટરની વૃદ્ધિ ધીમી પડી હતી, આ સાથે વૃદ્ધિની ગતિ આઠ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરીંગ પર્ચેસિંગ ઈન્ડેક્સ(પીએમઆઈ) માર્ચ મહિનામાં ૫૨.૬ હતો, જે એપ્રિલમાં ઘટીને ૫૧.૮ થયો હતો. જો કે, આ પીએમએઈ ઈન્ડેક્સ ૫૦ના સ્તર કરતાં ઉપના સ્તરે રહ્યો હતો. નવા ઓર્ડરમાં નરમ વધારો થવાને કારણે એપ્રિલ મહિનામાં મેન્યુફેક્ટરિંગ સેક્ટરની વૃદ્ધિ ધીમી પડી હતી. આ સર્વેમાં એપ્રિલમાં શરૂ થયેલ અને મે મહિનામાં ચાલું રહેલ સામાન્ય ચૂંટણીઓ તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ આભારી છે. આઇએચએસ માર્કિટના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ, પોલિન્ના દે લિમાએ જણાવ્યું હતું કે, વૃદ્ધિમાં નરમ ગતિ સતત ચાલું છે તેમજ એક વર્ષથી વધુના ગાળા માટે નબળી ગતિએ રોજગારમાં વધારો થયો છે, જે સૂચવે છે કે નિર્માતાઓ ભાગ્યે જ પુનર્પ્રાપ્તિ માટે તૈયારી કરી રહ્યા છે.

Related posts

બચત ખાતા ઉપર વ્યાજદર ઘટ્યા બાદ લોન સસ્તી થશે

aapnugujarat

સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

મંદિર માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જોવા તૈયાર નથી : વિશ્વ હિન્દુ પરિષદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1