Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે મને ચૂંટણી નહીં લડવા માટે કરી હતી ૫૦ કરોડની ઓફર : તેજ બહાદુર

બીએસએફના પૂર્વ સૈનિક તેજ બહાદુરે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘરે ગયા ત્યારે ભાજપના લોકો મારા ઘરે આવ્યા હતા અને મને વારાણસી બેઠક પર ચૂંટણી ન લડવા માટે ૫૦ કરોડની ઓફર કરી હતી. મારા ઉપર ચૂંટણી ન લડવા માટે બહું જ દબાણ કરવામાં આવ્યું હતું.તેજ બહાદુરને જ્યારે મીડિયાએ રૂપિયા આપવાવાળાનું નામ પુછ્યું તો તેમણે કહ્યું કે નથી જણાવી શકતો. તેઓ બહુ જ મોટા લોકો છે તેઓ મારી હત્યા કરાવી શકે છે. બનારસથી તેમની ઉમેદવારી રદ થતા તેમણે કહ્યું કે આ વાતની આશંકા અખિલેશ યાદવને પહેલેથી જ હતી. રણનીતિના ભાગ રુપે જ પહેલા અપક્ષમાં ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ સપામાંથી ઉમેદવારી નોંધાવી હતી.મારી સાથે શાલિની યાદવે પણ ફોર્મ ભર્યું હતું કેમ કે મારી ઉમેદવારી રદ થાય તો તેઓ ચૂંટણી લડી શકે. તેજ બહાદુરે કહ્યું કે હું જાણતો હતો કે ભાજપ મારી ઉમેદવારી રદ કરવા માટે કઈ પણ કરી શકે છે. તેજ બહાદુરે મોદી ઉપર પણ મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે મોદી એ જ મને નોકરીમાથી હટાવ્યો છે. મારા દિકરાની હત્યા કરવામાં આવે છે અને તેમની તપાસ પણ નથી થતી. દિકરાના મોતના સમયે જ મોદીની સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Related posts

રાજસ્થાન ભાજપમાં બળવો

aapnugujarat

રાહુલની ઝપ્પીને લઇ લોકસભાના અધ્યક્ષ નારાજ

aapnugujarat

Chartered trainer aircraft crashes in UP’s Aligarh after wheels got stuck in high tension wire

aapnugujarat

Leave a Comment

UA-96247877-1