Aapnu Gujarat
બ્લોગ

મસુદ અઝહર મામલે ભારતનો કુટનૈતિક વિજય

પુલવામા આતંકી હુમલા માટે જવાબદાર જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવાયો છે. જેની પાછળ ભારતની નિર્ણાયક ભૂમિકા રહી છે. હકીકતમાં ભારતે જે પુરાવા આતંરરાષ્ટ્રીય સમુદાયને સોંપ્યા તેના આધારે જ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી શકાયો. વાત જાણે એણ છે કે ૧૯૯૪માં મસૂદ અઝહરને જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની પાસેથી અનેક રહસ્યો ઓકાવ્યાં હતાં. જેના આધારે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અઝહર વિરુદ્ધ અનેક પુરાવા ભેગા કર્યા હતાં. આ રિપોર્ટમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે તે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. ગુપ્તચર એજન્સીઓના તે રિપોર્ટથી જે પુરાવા ભારતે ભેગા કર્યા તેની અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં મોટી ભૂમિકા રહી છે. તે રિપોર્ટ મુજબ મસૂદ અઝહરને સૌથી પહેલા ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ અનંતનાગમાં પકડવામાં આવ્યો હતો. તે વખતે તેણે જણાવ્યું હતું કે તે સંગઠન હરકત ઉલ અંસાર નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. તે સમયે તે સંગઠનનો સેક્રેટરી જનરલ હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે તે પાકિસ્તાનના બહાવલપુરના મોડલ ટાઉનમાં કૌસર કોલોનીનો રહીશ છે. તેની અફઘાનિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ પણ થઈ હતી. મસૂદ અઝહરે પૂછપરછમાં જણાવ્યું કે તે પાકિસ્તાની છે અને ભારતમાં તે વલી અદમ ઈસા નામના પોર્ટુગીઝ પાસપોર્ટ દ્વારા દાખલ થયો છે. મસૂદ અઝહરે એ પણ જણાવ્યું હતું કે, જ્યારે ઈમીગ્રેશન કાઉન્ટર પર હાજર અધિકારીને મારા પોર્ટુગીઝ હોવા પર શક થયો તો મેં તેને જણાવ્યું કે હું ગુજરાતથી છું અને પોર્ટુગલમાં રહું છું. પૂછપરછમાં મસૂદ અઝહરે જણાવ્યું કે તે દિલ્હી અને લખનઉ ગયો હતો અને ત્યારબાદ શ્રીનગર પહોંચ્યો હતો.
પાકિસ્તાને બુધવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધોને ’તત્કાળ લાગુ’ કરશે અને તે પ્રસ્તાવથી પુલવામા હુમલા સાથે તેને જોડવા સહિત તમામ ’રાજકીય સંદર્ભો’ હટાવ્યા બાદ તેને સૂચિબદ્ધ કરવા પર સહમત થયું છે. ભારત માટે એક કૂટનીતિક જીતમાં સંયુક્ત રાષ્ટ્રે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના પ્રસ્તાવ પર ચીન દ્વારા ટેક્નિકલ રોક હટાવાયા બાદ પાકિસ્તાન સ્થિત અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો. આ પ્રસ્તાવ ફ્રાન્સ, બ્રિનટ અને અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ અલકાયદા પ્રતિબંધ સમિતિમાં ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા થયેલા ઘાતક હુમલાના થોડા દિવસ બાદ જ આ પ્રસ્તાવ યુએનમાં રજુ કરાયો હતો. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદે જો કે જે રીતે ભારતીય મીડિયામાં ચાલી રહ્યું છે તે મુજબ યુએનના આ પગલાંને ’ભારતની જીત અને તેમના વલણની પુષ્ટિ’ ગણવાનો ઈન્કાર કરી દીધો.ફૈઝલે કહ્યું કે પાકિસ્તાન કહેતું આવ્યું છે કે આતંકવાદ દુનિયા માટે એક ખતરો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ૧૨૬૭ પ્રતિંબધ સમિતિ દ્વારા સૂચિબદ્ધ કરવાના સ્પષ્ટ નિયમો હેઠળ કોઈને પ્રતિબંધિત કરાય છે. અને તેને નિર્ણય સહમતિથી લેવાય છે. પાકિસ્તાને હંમેશા આ ટેક્નિકલ નિયમોના સન્માનની જરૂરિયાતની વકીલાત કરી છે અને સમિતિના રાજનીતિકરણનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે અઝહરને સૂચિબદ્ધ કરવાના પૂર્વ પ્રસ્તાવો નિષ્ફળ ગયા કારણ કે તેઓ પ્રતિબંધ સમિતિમાં જરૂરી સહમતિ મેળવી શક્યા નહીં કારણ કે જાણકારીઓ તેને ટેક્નિકલ માપદંડોને પૂરા કરી શકી નહતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અઝહર પર લાગુ પ્રતિબંધોને તત્કાળ પ્રભાવથી લાગુ કરશે. સૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય દબાણને જોતા ફ્રાન્સ, અને બ્રિટનના સમર્થનમાં અમેરિકાએ સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજુ કર્યો હતો.
હકીકતમાં ચીન પર આ અંગે ખુબ જ આંતરરાષ્ટ્રીય દબાણ હતું અને ખાસ કરીને અમેરિકાનું અસહ્ય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્રની પ્રમુખ શાખામાં રાજનયિકોની એવી ચેતવણી હતી કે જો ચીને અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં અડિંગો જમાવવાનું ચાલુ રાખ્યું તો સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશો અન્ય કાર્યવાહી કરવા માટે મજબુર થશે.ચીને આ પ્રસ્તાવ પરથી પોતાની ટેક્નિકલ રોક હટાવી તે ભારત માટે મોટી કૂટનીતિક જીત ગણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેવાયેલા આ નિર્ણયની જાણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને કહી હતી. તેમણે જણાવ્યું કે, આજે અત્યંત મહત્વની સફળતા મળી છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આજે એ ધ્યેયમાં સફળતા મળી છે.જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કારાયાની સાથે જ હવે તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાટ્‌ર્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા થયેલા ઘાતક હુમલાના થોડા દિવસ બાદ જ આ નવો પ્રસ્તાવ યુએનમાં રજુ કરાયો હતો.
આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતાં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર ધરાવતા દેશોમાં સામેલ ચીને અઝહરને આ સૂચિમાં નાખવાની કોશિશોમાં ટેક્નિકલ રોક લગાવી રાખી હતી અને પ્રસ્તાવ પર વિચાર કરવા માટે વધુ સમય માગ્યો હતો. અંગ્રેજી અખબાર ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ ચીન હજુ પણ આ રોક ભારતની લોકસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રાખવા માંગતુ હતું. ચીને ખુબ કોશિશ કરી હતી કે કોઈ પણ પ્રકારે આ પ્રક્રિયા ૧૫મી મે બાદ થાય પરંતુ અમેરિકાના દબાણ આગળ તેણે નમતું જોખવું પડ્યું. અમેરિકાએ ૩૦ એપ્રિલ ડેડલાઈન નક્કી કરી નાખી હતી અને આખરે ચીને આ પગલું ભરવું જ પડ્યું. મસૂદ અઝહર એજ આતંકી છે, જેને છોડાવવા માટે આતંકવાદીઓએ પ્લેનને હાઈજેક કરી લીધુ હતુ. મજબૂરીમાં ભારત સરકારે આતંકીને છોડવો પડ્યો હતો. ત્યારબાદ અઝહર ભારતમાં ઘણા હુમલા કરાવી ચૂક્યો છે. સંસદ ભવન પર થયેલા હુમલાથી લઈને પઠાનકોટ અને પુલવામા હુમલામાં પણ તે સામેલ હતો. હવે જ્યારે સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે, ત્યારે મસૂદ અઝહર પર પુરી દુનિયાના દેશો એક્શન લઈ શકશે.ભારતે વર્ષ ૨૦૦૯માં જ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપ્યો હતો. ત્યારે ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં ભારતે ફરી એકવાર અમેરિકા, ફ્રાન્સ અને યુકે એટલેકે પી-૩ દેશો સાથે મળીને મસૂદ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં પી-૩ દેશોએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં સમૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો ત્યારે પણ ચીને રોક લગાવ્યો હતો. તો ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯માં ફરી એકવાર ફ્રાંસ, અમેરિકા અને બ્રિટને તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. અને સમિતિના સદસ્યોએ આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો. ત્યારે એની પહેલાં ચીને પ્રસ્તાવને હોલ્ડ પર રાખ્યો હતો. ચીને પ્રસ્તાવની સમીક્ષા કરવા વધુ ટાઈમ માંગ્યો હતો. જેથી તે સમયે મસૂદ અઝહર પર કોઈ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે હવે ૧ મે ૨૦૧૯એ ચીને પોતાનો હોલ્ટ હટાવી લીધો છે. જેથી સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો નિર્ણય કરી લીધો છે.૯૦ના દાયકા પહેલા સોવિયેત – અફઘાન યુદ્ધની સમાપ્તિએ અફઘાનિસ્તાનમાં સક્રિય એવા ઘણા કટ્ટરપંથી સમૂહોને પોતાના માટે નવી જમીનની શોધ માટે મજબૂર કર્યા. એવું જ એક સંગઠન હતું હરકત-ઉલ-મૂઝાહિદ્દીન. જે અફઘાનિસ્તાનમાં સક્રિય સંગઠન હરકત-ઉલ-જિહાદથી તૂટીને બન્યું હતું.૧૯૮૯માં કાશ્મીરમાં શરૂ થયેલા ભાગલાવાદી હિંસામાં હરકત ઉલ મુઝાહુદ્દીન સક્રિય સંગઠન હતું. ૧૯૯૩ અને ૧૯૯૪નું વર્ષ ભારતીય સુરક્ષા બળોએ હરકત-ઉલ-મુજાહિદ્દીનની કમર તોડી નાખી. નવેમ્બર ૧૯૯૩માં સંગઠનના હાઈકમાન્ડ નસરુલ્લાહ મંસૂર લંગરયાલને ભારતીય સુરક્ષા બળોએ ધરપકડ કરી. જેના આગલા વર્ષે ફેબ્રુઆરી ૧૯૯૪માં એચયુએમના સેક્રેટરી મૌલાના મસૂદ અઝહર અને સજ્જાદ અફઘાની પણ ભારતીય સેનાના હાથમાં આવી ગયા. ૧૯૯૯માં સજ્જાદ અફઘાનીને જેલ તોડી ભાગવા બદલ ગોળી મારી દેવામાં આવી. જેના જવાબમાં આતંકી સંગઠને ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ-૮૧૪ને હાઈજેક કરી લીધી. અને બદલામાં ભારતે ત્રણ આતંકી મૌલાના મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુસ્તફાક અહમદ અજગરને કંધાર જઈ આઝાદ કરવા પડ્યા.પાકિસ્તાન જઈ મૌલાના મસૂદ અઝહરે એચયુએમથી અલગ થઈ પોતાનું એક અલગ સંગઠન બનાવ્યું. સંગઠનનું નામ રાખ્યું, જૈશ-એ-મોહમ્મદ. શાબ્દિક અર્થ થાય છે મોહમ્મદની સેના. સંયુક્ત રાષ્ટ્ર મસૂદના સંગઠનને બ્લેકલિસ્ટ કરી ચુક્યું છે. આ સંગઠનનું મુખ્ય કાર્યક્ષેત્ર પીઓકે છે.હિંદ કુશની પહાડીઓ પર દસ વર્ષ સુધી હુમલો કર્યા પછી સોવિયેત યૂનિયનને પોતાના પગ પાછા ખેંચવા પડ્યા. સોવિયેત યુનિયનની આ હારને ચાર દશક સુધી ચાલેલા શીત યુદ્ધનો અંત માની લેવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામે લડવા માટે અમેરિકાએ ઈસ્લામિક ચરમપંથી ગ્રુપને મોટી માત્રામાં આર્થિક અને સૈનિકી મદદ કરી. આ અમેરિકી ઈમદાદે દુનિયાભરમાં ઈસ્લામિક આતંકવાદી સમૂહોને ઉછેરવામાં મદદ કરી.૧૯૮૯માં સોવિયેત – અફઘાન યુદ્ધની સમાપ્તિએ અફઘાનિસ્તાનમાં સક્રિય એવા ઘણા કટ્ટરપંથી સમૂહોને પોતાના માટે નવી જમીનની શોધ માટે મજબૂર કર્યા. એવું જ એક સંગઠન હતું, હરકત-ઉલ-મૂઝાહિદ્દીન. જે અફઘાનિસ્તાનમાં સક્રિય સંગઠન હરકત-ઉલ-જિહાદથી તૂટીને બન્યું હતું. ૧૯૮૯માં કાશ્મીરમાં શરૂ થયેલ અલગાવવાદી આંદોલનમાં હરકત ઉલ મુઝાહુદ્દીન સક્રિય સંગઠન હતું. ૧૯૯૩ અને ૧૯૯૪નું વર્ષ ભારતીય સુરક્ષા બળોએ હરકત-ઉલ-મૂઝાહિદ્દીનની કમર તોડી નાખી. નવેમ્બર ૧૯૯૩માં સંગઠનના હાઈકમાન્ડ નસરુલ્લાહ મંસૂર લંગરયાલને ભારતીય સુરક્ષા બળોએ ધરપકડ કરી. જેના આગલા વર્ષે ફેબ્રુઆરી ૧૯૯૪માં હરકત-ઉલ-મૂઝાહિદ્દીનના સેક્રેટરી મૌલાના મસૂદ અઝહર અને સજ્જાદ અફઘાની પણ ભારતીય સેનાના હાથમાં આવી ગયા.
૧૯૯૯માં સજ્જાદ અફઘાનીને જેલ તોડી ભાગવા બદલ ગોળી મારી દેવામાં આવી. જેના જવાબમાં હરકત-ઉલ-મૂઝાહિદ્દીને ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ-૮૧૪ને હાઈજેક કરી લીધું. ભારતીય સરકારે મજબૂર થઈને જેલમાં બંધ ત્રણ આતંકી મૌલાના મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુસ્તફાક અહમદ અજગરને કંધાર જઈ આઝાદ કરવા પડ્યા. પાકિસ્તાન જઈ મૌલાના મસૂદ અઝહરે પોતાનું એક અલગ સંગઠન બનાવ્યું. સંગઠનનું નામ રાખ્યું, જૈશ-એ-મોહમ્મદ. શાબ્દિક અર્થ થાય છે મોહમ્મદની સેના.વર્ષ હતું ૨૦૦૦નું. પહેલો મોટો હુમલો કર્યો ઓક્ટોબર ૨૦૦૧માં. અને એ પણ જમ્મુ કાશ્મીરની વિધાનસભા પર. જે હુમલામાં ૩૮ લોકોએ જીવ ગુમાવ્યા. જેના બે મહિના પછી ડિસેમ્બર ૨૦૦૧માં લશ્કર-એ-તૈયબાની સાથે મળીને દેશની સંસદ પર હુમલો કર્યો. જે હુમલામાં ભારતના ૮ જવાનો શહીદ થયા. ઓક્ટોબર ૨૦૦૧માં ભારતના દબાવના ચાલતા સંયુક્ત રાષ્ટ્ર સંઘે જૈશને આતંકી સંગઠન ઘોષિત કરી દીધું. ડિસેમ્બર ૨૦૦૧માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેને આતંકી સંગઠન ઘોષિત કર્યું.એ પછી પાકિસ્તાને પણ જૈશને આતંકી સંગઠન ઘોષિત કરી દીધું. જાન્યુઆરી ૨૦૦૨ની વાત છે. પરવેઝ મુશર્રફની ભારત યાત્રાથી ઠીક પહેલા. જૈશે આ પ્રતિબંધનો વિરોધ કર્યો. માર્ચ ૨૦૦૨થી લઈને સ્પ્ટેમ્બર ૨૦૦૨ સુધી જૈશે ઈસ્લામાબાદ, કરાચી, મુરી, બહાવલપુરમાં ફિદાયની હુમલાઓને લીલી ઝંડી આપી. પ્રતિબંધ લાગ્યા બાદ જૈશના બે ટુકડાઓ થઈ ગયા. પહેલો ટુકડો ખુદ્દામ-ઉલ-ઈસ્લામ. જેનું નેતૃત્વ મસૂદ અઝહરે કર્યું. બીજો ટુકડો તહરીક-ઉલ-ફૂરકાન. જેનું નેતૃત્વ અબ્દુલ્લ શાહ મજહર કરી રહ્યો હતો. ૨૦૦૩માં પાકિસ્તાની સરકારે ખુદ્દામ ઉલ-ઈસ્લામ અને તહરીક-ઉલ-ફુરકાન પર પણ બેન લાગી ગયો. જે પછી અઝહરે પોતાના સંગઠનનું નામ બદલીને અલ-રહમત-ટ્રસ્ટ રાખ્યું. આ બેનથી ગુસ્સે ભરાયેલા અઝહરે પરવેઝ મુશર્રફને પણ ન છોડ્યા. ૧૪ અને ૨૫ ડિસેમ્બર ૨૦૦૩માં પાકિસ્તાની રાષ્ટ્રપતિ મુશર્રફ પર આ સંગઠને જીવલેણ હુમલો કર્યો.જે પછી પાકિસ્તાન સરકારે આ સંગઠન વિરૂદ્ધ ક્રેક ડાઊન શરૂ કર્યું. મિલેટ્રી ઈન્ટેલિજન્સમાં જૈશના સમર્થકોને નોકરીથી નીકાળી દેવામાં આવ્યા. તેમના ઠેકાણાઓને તહેસ-નહેસ કરી દેવામાં આવ્યા. ૨૦૦૪માં ક્રેક ડાઊન પછી મસૂદ અઝહરે પાકિસ્તાની સરકારની સાથે સમજોતો કર્યો અને પાકિસ્તાનની અંદર આતંકવાદી ગતિવિધિ રોકી દીધી. પાકિસ્તાનમાં આ સંગઠન બેન હતું પણ આઇએસઆઇએ આ સંગઠનને વિકસાવવા માટે પૂરી રીતે મદદ કરી. જેનાથી તે વારંવાર ભારત પર હુમલો કરતું આવ્યું. ૨૦૦૯માં આવેલી મીડિયા રિપોર્ટસ અનુસાર આ સંગઠને પાકિસ્તાનના બહાવલપૂરમાં સાડા છ એકરમાં પોતાનું કોમ્પલેક્સ બનાવેલું છે. જ્યાં આતંકીઓની ટ્રેનિંગ લગાતાર ચાલુ રહે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા મસૂદ અઝહરે ધમકી આપી હતી કે તેની પાસે ૩૦૦ આત્મઘાતી હુમલાવર છે. જો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે તો એ ભારત પર હુમલો કરશે.૨૫ ડિસેમ્બર ૨૦૧૫માં નરેન્દ્ર મોદી લાહોર જઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે મુલાકાત કરી. જે મુલાકાતે જૈશને નારાજ કરી દીધા. જેના ઠીક સાત દિવસ બાદ સંગઠને પઠાનકોટ એરબેઝ પર હુમલો કરી દીધો. સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા ઉરી હુમલામાં પણ આજ સંગઠનનું નામ સામે આવ્યું હતું. જો કે અધિકારીક રીતે આ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. હાલ તો મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ અઝગર આ સંગઠનને ચલાવી રહ્યો છે. રઉફ ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ-૮૧૪ના અપહરણકર્તાઓમાંથી એક હતો.

Related posts

૨૦૧૮ : ચર્ચાસ્પદ ચુકાદાઓ

aapnugujarat

म्यांमार में तख्ता—पलट

editor

પાણી પૃથ્વી પરના જીવનને માટે આશીર્વાદરૂપ છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1