અમેરિકન વિઝા માટે એપ્લિકન્ટ્સે હવે પહેલાથી વધુ કડક સવાલોનો સામનો કરવો પડશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી પ્રશ્નાવલીને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત વિઝા એપ્લિકન્ટ્સ પાસે ૫ વર્ષનો સોશિયલ મીડિયા તથા ૧૫ વર્ષનો બાયોગ્રાફિકલ રેકોર્ડ (ટ્રાવેલ)ની ડિટેઇલ્સ માંગવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૩ મે થી આ નવી પ્રોસેસને ઓફિસ ઓફ મેનેજમેન્ટ અને બજેટે મંજૂરી આપી હતી.
હાલમાં જાહેર થયેલા ડેટા અનુસાર, અમેરિકન વિઝા મેળવનારા પાકિસ્તાની નાગરિકોની સંખ્યામાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો છે તથા ભારતીય નાગરિકોની સંખ્યામાં ૨૮ ટકાની વૃદ્ધિ થઇ છે.
કોન્સ્યુલર ઓફિસર તમામ જૂના પાસપોર્ટ નંબર, ઇમેલ એડ્રેસ અને ફોન નંબર, પાંચ વર્ષનો સોશિયલ મીડિયા રેકોર્ડ માંગી શકે છે.૧૫ વર્ષની ટ્રાવેલ હિસ્ટ્રી, એડ્રેસ તથા એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ અંગે પણ સવાલ કરી શકે છે.સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે કહ્યું કે, ઓફિસર એપ્લિકન્ટ્સની એડિશનલ ડિટેઇલ્સ પણ માંગી શકે છે.
આવું તે સ્થિતિમાં કરવામાં આવશે, જ્યારે એપ્લિકન્ટની ઓળખ નિશ્ચિત કરવાની જરૂર પડે. ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટે નવી પ્રોસેસને ત્રણ વર્ષની જગ્યાએ છ મહિના માટે જ અપ્રૂવ કરી છે. આવું ઇમરજન્સી અપ્રૂવલને કારણે કરવામાં આવ્યું છે.ડિપાર્ટમેન્ટ અનુસાર, પ્રોસેસમાં પૂછવામાં આવતા નવા સવાલો સ્વૈચ્છિક છે, પરંતુ માહિતી આપવામાં જે એપ્લિકન્ટ નિષ્ફળ જશે તેને વિઝા મળવામાં વાર લાગી શકે અથવા તેને ફરીથી વિઝા ન પણ આપવામાં આવે, અર્થાત વિઝા રિજેક્ટ પણ થાય.