Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાધવની તમામ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ફાંસી નહીંઃ પાક.

કુલભૂષણ જાધવ મુદ્દે હેગની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ૮ જૂને આગામી સુનાવણી થવાની છે. જાધવ મુદ્દે પાકિસ્તાન નરમ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે પાકિસ્તાને કહ્યું હતું કે જ્યાં સુધી જાધવની તમામ દયા અરજીઓ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી ફાંસીએ નહીં લટકાવવામાં આવે. આ સંદર્ભમાં એક વ્યૂહરચના બનાવવા નવાઝ શરીફે દેશના ટોપ સિવિલ અને મિલિટ્રી ઓફિશિયલ્સ સાથે મુલાકાત કરી. જેમાં જાધવ કેસમાં પાક સામે વર્તમાન વિકલ્પ અને આઈસીજેમાં તેમના પગલાંના બચાવની તૈયારી પર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય તે કે પાક મિલિટ્રી કોર્ટે ઈન્ડિયન સિટીઝન જાધવને ફાંસીની સજા સંભળાવી છે. ૧૮ મેના રોજ આઇસીજે દ્વારા પાકિસ્તાનને અંતિમ ફેંસલો ન આવી જાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું હતું.
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ મુડ જાધવ મામલે પાકની નેશનલ સિક્યુરિટી કમિટીની બુધવારે મીટિંગ થઈ. તેમાં શરીફ ઉપરાંત આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી જનરલ ઝુબૈર હયાત, નેવી ચીફ એડમિરલ મુહમ્મદ ઝકુલ્લાહ, એરફોર્સ ચીફ સુહૈલ અમાન, પાકની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ નાવેદ મુખ્તાર સામેલ થયા.સરકાર વતી આ મીટિંગમાં ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફ, ફાઇનાન્સ મિનિસ્ટર ઇશહાક ડાર, ઈન્ટીરિયર મિનિસ્ટર ચૌધરી નિસાર અલી કાન, પ્લાનિંગ મિનિસ્ટર અહસાન ઇકબાલ, પીએમ શરીફના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) નાસિર ખાન જંજુઆ ઉપસ્થિત હતા.
પાકની એટોર્ની જનરલ અશ્તાર ઐસફ અલીએ ૩૦ મેના રોજ નેશનલ સિક્યુરિટી પર પાર્લામેન્ટ કમિટીમાં કહ્યું હતું કે, પાકિસ્તાન આઇસીજેમાં એડહોક જજ એપોઈન્ટ કરશે અને ખુદ પાકની લીગલ ટીમનું નેતૃત્વ કરશે.એનએસસીની મીટિંગમાં આઈસીજે માટે કોને એડહોક જજ એપોઈન્ટ કરવામાં આવે તેની પણ ચર્ચા થઈ હતી. આ માટે પૂર્વ જજોના નામ પર વિચારણા કરવામાં આવી હતી.

Related posts

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસની ભારતની અરજી પાકે. ૧૭મી વખત ફગાવી

aapnugujarat

નોર્થ કોરિયા સામે લડી લેવા અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન સજ્જ

aapnugujarat

ઇરાનને ધમકાવવા માટે અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાનું નેવી આક્રમણ દળ મોકલ્યું, હુમલાની ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1