Aapnu Gujarat
મનોરંજન

રાજકારણથી અજાણ પણ દેશભક્તિ લોહીમાં છે : સની દેઓલ

અભિનેતા સની દેઓલના ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હોવાના એક સપ્તાહ બાદ તેમના પિતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે તેમના પરિવારને રાજકારણ નથી આવડતું, પરંતુ તેમના લોહીમાં દેશભક્તિ ચાલી રહી છે. અમને રાજનીતિનું એબીસી પણ નથી જાણતા, પણ દેશભક્તિ અમારા લોહીમાં છે. અમે દેશની સેવા કરીશું.નોંધનીય છે કે ધર્મેન્દ્રએ વર્ષ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર બિકાનેરથી ચૂંટણી લડી વિજય હાંસલ કર્યો હતો. પંજાબના ગુરદાસપુરથી ચૂંટણી લડી રહેલા સની દેઓલ પણ કંઈક આવી જ વાત કરી હતી. સોમવારે ગુરદાસપુરમાં ઉમેદવારી બાદ સની દેઓલે કહ્યું હતું કે, હું રાજનીતિ વિશે વધુ જાણતો નથી પરંતુ હું દેશભક્ત છું.સની દેઓલ પોતાના પરિવારના ત્રીજા સભ્ય છે જેમણે રાજકારણમાં એન્ટ્રી કરી છે.
ધર્મેન્દ્ર સિવાય હેમા માલિની પણ મથુરાથી ભાજપના સાંસદ છે અને હાલમાં મથુરાથી જ ફરીથી તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.સની દેઓલ ભાજપમાં જોડાયા હતા ત્યારે તેમણે ધર્મેન્દ્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મીડિયાને કહ્યું હતું કે જેમ મારા પિતાજી અટલ બિહારી વાજપેયી સાથે સંકળાયેલા હતા. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાવાનું નક્કી કર્યું છે. હું ઇચ્છું છું કે આગામી પાંચ વર્ષ માટે પણ વડાપ્રધાન મોદી રહે. પંજાબના ગુરદાસપુરમાં સની દેઓલનો સામનો પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ સાથે છે.ભાજપના ઉમેદવાર સની દેઓલ, કોંગ્રેસના મનીષ તિવારી, શિયદ ઉમેદવાર પ્રેમ સિંહ ચંદુમાજરા સહિત ઘણા મહાન ઉમેદવારોએ પંજાબમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન ભરવાના છેલ્લા દિવસ તેમની ઉમેદવારી નોંધાવી છે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણ રાજુએ એક જાહેરનામામાં જણાવ્યું હતું કે સોમવારે ૧૮૮ ઉમેદવારોએ નોંધણી પત્ર દાખલ કર્યો છે. જેના કારણે પંજાબમાં ૧૩ લોકસભા બેઠકો માટે નામાંકન ફોર્મની સંખ્યા ૩૮૫ થઇ છે.

Related posts

મુંબઈનાં નવરંગ સ્ટુડિયોમાં આગ લાગી

aapnugujarat

આશુતોષની ફિલ્મમાં રાધિકા આપ્ટેને લેવા કરાયેલો નિર્ણય

aapnugujarat

મેં કરણ જોહર સાથે ડેટિંગ કર્યું નથી : નેપાળી ડિઝાઇનર ગુરંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1