જોધા અકબર, મોહેન જો દારો જેવી અનેક યાદગાર ફિલ્મ બનાવી ચુકેલા આશુતોષ ગોવારીકર હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહી છે. આ નવી ફિલ્મમાં સેક્સી સ્ટાર રાધિકા આપ્ટેનો લેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાધિકાને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. હાલમાં તે અક્ષય કુમારની સાથે પેડમેન ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સોનમ કપુર મુખ્ય ભૂમિકા અદા કરી રહી છે. રાધિકા બન્નેની પ્રશંસા કરતા હાલમાં થાકી રહી નથી. તેનુ કહેવુ છે કે તે આ બન્ને સાથે ફિલ્મમાં કામ કરીને ખુબ ખુશ છે. મળેલી માહિતી મુજબ આશુતોષે વર્ષ ૨૦૧૦ની નવલકથા માય નેમ ઇઝ ગોહર જાનાના અધિકાર મેળવી ચુક્યા થછે. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય રોલ અદા કરવા માટે તૈયાર છે. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે તે અક્ષય કુમારની ફિલ્મો નિહાળતા મોટી થઇ છે. અક્ષય કુમાર હમેંશા શાનદાર અભિનેતા તરીકે રહ્યા છે. તે પ્રથમ વખત અક્ષય કુમારને મળી હતી. બોલિવુડમાં બોલ્ડ સ્ટાર તરીકે જાણીતી રાધિકા આપ્ટે વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી.
બોલિવુડની લોકપ્રિય સ્ટાર રાધિકા આપ્ટે પોતાની કેરિયરમાં હજુ સુધી કેટલીક મોટી ફિલ્મ કરી ચુકી છે જેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. તે માઉન્ટેન મેન અને હવે પેડમેનમાં પણ કામ કરી રહી છે. ફિલ્મ નિર્માતા આર બાલ્કીની ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો છે. તેને સતત સારા રોલ મળી રહ્યા છે.
આગળની પોસ્ટ