Aapnu Gujarat
ગુજરાત

શાહપુરમાં પતિ દ્વારા કરાયેલો એસિડ હુમલો

શહેરના રાણીપ વિસ્તારમાં પત્ની પર પતિ દ્વારા એસિડ એટેકની ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં આજે શહેરના શાહપુર વિસ્તારમાં પણ પતિએ પત્ની પર એસીડ એટેક કરવાનો પ્રયાસ કરતાં આ હુમલામાં સસરા ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં એસીડ એટેકની દહેશત ફેલાઇ રહી છે. રાણીપમાં એસિડ એટેકની ઘટના હજુ શાંત પડી નથી ત્યાં તો અમદાવાદનાં શાહપુરમાં પણ આવી જ ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પ્રેમિકાને પામવા માટે પત્ની પર હિંસક એસિડ એટેકનો હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી પતિની પત્નીનો તો આબાદ બચાવ થયો હતો પરંતુ તેના સસરા ઇજાગ્રસ્ત થયા હતાં. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી નરેશનુ અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાથી તેણે પોતાની પત્નીને ઘરમાથી કાઢી મુકી હતી. પત્ની દિકરીને લઈને પિયર જતી રહી હતી. નરેશ ષડયંત્રપૂર્વક પ્રેમિકા સાથે શાહપુરના ભગતસિંહના ખાંચાએ પહોચ્યો. ત્યાર બાદ પત્ની અને સસરા સાથે પોતાની દિકરીના નામે ઝગડો કરવા લાગ્યો અને અચાનક પત્ની પર એસીડ એટેક કર્યો હતો. આ દરમ્યાન સુદિતભાઈ વચ્ચે આવી જતા તેઓ એસિડના છાંટાથી દાઝી ગયા હતાં. એસિડ એટેક બાદ નરેશ અને તેની પ્રેમિકા ફરાર થઈ ગયા હતા. નરેશ પ્રેમિકાને મેળવવા એસિડ એટેક કર્યો હોવાનો પરિવાર આક્ષેપ કર્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શાહપુર પોલીસે ઘટનાને લઈને આરોપી સામે જરૂરી ગુનો નોંધીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
અમદાવાદમાં રાણીપ અને શાહપુરમા થયેલી એસિડ એટેકને લઈને પોલીસ તંત્ર પણ દોડતુ થઈ ગયુ છે. પતિ-પત્નીના ઝઘડા અને ઘરકંકાસ હિંસક બની રહ્યા છે, ત્યારે લગ્નજીવનની તકરારોમાં પોલીસ કે કોર્ટ રાહે સમાધાનના બદલે સામાજિક રાહે સમાધાનના આપણી પુરાતન સંસ્કૃતિ મુજબ સમાધાન પ્રથા અમલી બનાવવી જોઇએ તેવી લાગણી શહેરના જાગૃત લોકોમાં ઉઠવા પામી છે.

Related posts

નરોડાની જૈન ડેરીના કેશિયરે ૧.૧૨ કરોડની ઉચાપત કરી

aapnugujarat

સુરત પોલીસને ૧૦૦ મહિલાઓ સહાય કરશે

aapnugujarat

સિવિલમાં એક દિવસનું તાજુ જન્મેલું બાળકને ત્યજી દેવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1