Aapnu Gujarat
બિઝનેસ

ઊંચા રેટિંગવાળા મોંઘાં એસી, ફ્રીઝનું વેચાણ ઘટ્યું

ઘરેલુ ઉપકરણો માટેનાં ધારાધોરણોમાં ફેરફાર થયા બાદ વધારે સ્ટાર રેટિંગ ધરાવતા વ્હાઇટ ગૂડ્‌ઝના ભાવ ૨૦-૩૦ ટકા વધવાને કારણે આવા ઊંચા રેટિંગ ધરાવતા ફ્રીઝ અને એસીના ખરીદદારો ઘટી ગયા છે. ઉદ્યોગજગતના જૂથ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન પાસેથી ભેગી કરેલી માહિતી દર્શાવે છે કે, જાન્યુઆરી ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ની સરખામણીએ છેલ્લા ૧૫ મહિનામાં (જાન્યુઆરી ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯) ચાર અને પાંચ સ્ટાર ધરાવતા એસીનું વેચાણ ૫૦ ટકાથી પણ વધારે ઘટ્યું છે. આ કેટેગરી માટે જાન્યુઆરી ૨૦૧૮માં નવા નિયમો લાગુ થયા હતા, જેના કારણે એનર્જી નિયમો બે લેવલ ઉપર ગયા હતા. ૨૦૧૫માં જ્યારે નવા નિયમો લાગુ થયા ત્યારથી ચાર અને પાંચ સ્ટાર ધરાવતા ફ્રીઝનું વેચાણ ઘટવાનું શરૂ થયું હતું. બાદમાં ૨૦૧૭માં ફરી નિયમો વધુ કડક થવાથી માંગ બિલકુલ ઘટી ગઈ હતી, એટલે કંપનીઓએ ફાઇવ-સ્ટાર સેગમેન્ટના મોડલનું ઉત્પાદન જ બંધ કરી દીધું હતું. રેટિંગને કારણે ગ્રાહકોને ઘણો ફાયદો થયો છે અને ઊર્જાની બચત કરવામાં મદદ મળી છે. પરંતુ એનર્જીના નિયમો કડક થવાથી મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધે છે. આથી, એનર્જી-એફિશિયન્સીની બાબતમાં વધારે રેટિંગ ધરાવતી પ્રોડક્ટ્‌સ મોંઘી હોય છે અને તેની માંગ ઘટી જાય છે.
થ્રી-સ્ટાર અને ફાઇવ-સ્ટાર એસી મોડલના ભાવ વચ્ચેનો ફરક પહેલાં ૪,૦૦૦-૫,૦૦૦ હતો, જે વધીને ૮,૦૦૦-૧૦,૦૦૦ થઈ ગયો હોવાથી વેચાણ પર સીધી અસર પડી છે. ફ્રીઝ ખરીદનારા ગ્રાહકો થ્રી-સ્ટાર અને ફાઇવ-સ્ટાર મોડલના ભાવની અને ઊર્જાના વપરાશની સરખામણી કરીને નિર્ણય લે છે અને આમાં ભાવમાં મોટો ફરક હોય છે જ્યારે ઊર્જાના વપરાશમાં વધારે ફરક પડતો નથી એટલે થ્રી-સ્ટાર ફ્રીઝ ખરીદવાનું પસંદ કરે છે.ઉપલબ્ધ માહિતી પ્રમાણે, બે વર્ષ પહેલાં થ્રી-સ્ટાર રેટિંગ ધરાવતા એસીનું વેચાણ ૫૮ ટકા હતું, જે હવે ૮૧ ટકા થઈ ગયું છે. આ કેટેગરીનું વેચાણ ૧૮ ટકા વધ્યું છે. આની સામે, કુલ વેચાણમાં ફાઇવ-સ્ટાર મોડલનો હિસ્સો ૨૦ ટકાથી ઘટીને ૧૨ ટકા થઈ ગયો છે. ફાઇવ-સ્ટાર ધરાવતા એસીનું વેચાણ સમાન મહિનામાં ૨૪ ટકા ઘટ્યું છે. ૨૦૧૬માં રેફ્રિજટેરના કુલ વેચાણમાં ફોર-સ્ટાર મોડલ્સનો હિસ્સો ૪૫ ટકા જ્યારે ફાઇવ-સ્ટારનો હિસ્સો ૨૩ ટકા હતો, પરંતુ ૨૦૧૮માં ફોર-સ્ટાર મોડલનો હિસ્સો ૨૨ ટકા થયો હતો જ્યારે ફાઇવ-સ્ટાર મોડલ્સનો હિસ્સો ઝીરો થઈ ગયો હતો. આની સામે થ્રી-સ્ટાર ફ્રીઝનો હિસ્સો ૪૬ ટકા થયો છે જ્યારે બે વર્ષ પહેલાં ટુ-સ્ટાર મોડલ્સનો ઝીરો હિસ્સો હતો તે હવે ૨૬ ટકા હિસ્સો ધરાવે છે. એસી જેવા એપ્લાયન્સમાં વીજળીનો મહત્તમ વપરાશ થાય છે અને આથી તેના એનર્જી નિયમો વધુ કડક કરવાનું ચાલુ રાખવામાં આવશે, જેથી તે ગ્લોબલ બેન્ચમાર્કના લેવલ સુધી પહોંચે.

Related posts

લોન સસ્તી થશે કે કેમ તે અંગે આજે ફેંસલો કરાશે

aapnugujarat

FPI દ્વારા ૩૭૦૦ કરોડનું ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરાયું

aapnugujarat

સેન્સેક્સમાં ૭ પોઈન્ટનો મામૂલી સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1