Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૭ પોઈન્ટનો મામૂલી સુધારો

શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ સાત પોઇન્ટ ઉછળીને ૩૮૨૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૬ પોઇન્ટ ઉછળીને ૧૧૫૭૧ની સપાટીએ રહ્યો હતો.
ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સ ૩૮૪૦૨ની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ૧૧૫૮૧ સુધી પહોંચ્યો હતો. હાઉસિંગ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ યુનિટેકના શેરમાં ઘટાડાના લીધે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો થયો હતો. એશિયન શેરબજારમાં આજે તેજી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો.આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉંચી સપાટી જોવા મળી હતી. સેંસેક્સે ૩૩૧ પોઇન્ટ ઉછળીને ૩૮૨૭૯ની સપાટીએ રહ્યો તો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૧૫૫૨ની નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. ક્રૂડ ઓઇલના ઉતારચઢાવ, મોનસુનની પ્રગતિ, વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા માર્કેટની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.

Related posts

હિન્દુ ત્રાસવાદને તોઇબા કરતા વધુ ખતરનાક ગણાવાયા હતા : સંબિત પાત્રા

aapnugujarat

सुब्रमण्यम स्वामी ने सुनंदा केस में दायर की अर्जी, पुलिस पर तथ्य छिपाने का आरोप

aapnugujarat

કેરળમાં વરસાદ જારી રહેતા સ્થિતી વણસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1