Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ

        અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે વિરમગામ શહેરમાં આવેલ ગાયત્રી મંદિર આંગણવાડી ખાતે મેલેરીયા અંગે જનજાગૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકાની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી મંદિર આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર બહેનોને પપેટ શો દ્વારા મેલેરીયા અંગે સમજ આપવામાં આવી હતી અને જનજાગૃતિ કરવામાં આવી હતી.આ ઉપરાંત થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. “મેલેરિયાને રોકો ન આપો એને ફેલાવાનો મોકો” અને “મેલેરીયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી” સ્લોગન અંગે સમજ આપવામાં આવી હતી. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસના તાલુકા સુપરવાઇઝર કે.એમ મકવાણા,નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, આંગણવાડી કાર્યકર દ્વ્રારા મેલેરીયા અંગે સમજ આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો હતો. જે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.
     અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં પપેટ શો દ્વારા મેલેરીયા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી અને સમજ આપવામાં આવી હતી. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર,ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

aapnugujarat

એસીપી રીમા મુન્શીને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

વસ્ત્રાલમાં સ્પા સેન્ટરમાં તોડ કરવા ગયેલો શખ્સ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1