Aapnu Gujarat
ગુજરાત

એસીપી રીમા મુન્શીને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ

ગુજરાત પોલીસમાં પાંચ વર્ષ સુધી આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવ્યા બાદ એસીપી રીમા મુન્શીને જરૂરી ફીઝીકલ સ્ટાન્ડર્ડ નહી ધરાવતા હોવાના કારણસર તેમના હોદ્દા પરથી દૂર કરવાના હાઇકોર્ટના સીંગલ જજના હુકમ સામે રીમા મુન્શીએ કરેલી લેટર્સ પેટન્ટ અપીલની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે એસીપી રીમા મુન્શીને બહુ મોટી રાહત આપી છે. ખંડપીઠે અરજદાર એસીપી રીમા મુન્શીને તેમના હોદ્દા પર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો અને સાથે સાથે સીંગલ જજના તેમને હોદ્દા પરથી દૂર કરવાના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. સમક્ષ નીકળી હતી. જેમાં ખંડપીઠે રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને નોટિસ જારી કરી હતી. ગુજરાતના પોલીસ તંત્રમાં ભારે ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, સને ૨૦૦૫-૦૬માં લેવાયેલી ગુજરાત રાજય જાહેર સેવા આયોગ(જીપીએસસી)ની પરીક્ષાનું ૨૦૧૦માં સીલેકશન લીસ્ટ બહાર પડયું હતું. નેહા પરમાર અને અન્ય ૨૦ વ્યકિતઓએ આ લીસ્ટને પડકારતી હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, રીમા મુન્શી દ્વારા એસીપીના હોદ્દા માટેની જરૂરી લાયકાત પરિપૂર્ણ કરવામાં આવી નથી. ફીઝીકલ ટેસ્ટમાં પૂરતી યોગ્યતા ન હોવાછતાં રિમાને પ્રથમ પસંદગી અપાઇ હતી. રીમા છાતી ફુલાવવાની પરીક્ષામાં પાસ થયા ન હતા. રીમાની નિમણૂંક માટે રેકર્ડમાં છેડછાડ કરાઇ હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો હતો. હાઇકોર્ટના સીંગલ જજે રીમા મુન્શીને હોદ્દા પરથી દૂર કરવા અને અરજદાર નેહા પરમારને તેમના સ્થાને નોકરી પર રાખવા હુકમ કર્યો હતો. સીંગલ જજના આ હુકમને રીમા મુન્શીએ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરી ખંડપીઠ સમક્ષ પડકાર્યો હતો. રીમા મુન્શી તરફથી બચાવ કરાયો હતો કે, તેમની વિરૂધ્ધના આક્ષેપો ખોટા છે. હાઇટનો જે ક્રાયટેરિયા હતો, તે તેઓ પરિપૂર્ણ કરે છે. સીંગલ જજે અરજદાર દ્વારા રજૂ કરાયેલા બંને સર્ટિફિકેટ તપાસવામાં ભૂલ થઇ છે અને તેથી સીંગલ જજનો હુકમ ખોટો અને ભૂલભરેલો હોઇ તેને રદબાતલ ઠરાવી અરજદારને પુનઃ તેમના હોદ્દા પર નિયુકત કરવા જોઇએ. જો કે, હાઇકોર્ટે રીમા મુન્શીને હાલ તો કોઇ રાહત આપી ન હતી અને હાઇકોર્ટે અગાઉ આ કેસમાં યથાવત્‌ સ્થિતિ જાળવી રાખવા સરકારના સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. આ કેસની આખરી સુનાવણીમાં હાઇકોર્ટની ખંડપીઠે રીમા મુન્શીને મોટી રાહત આપી તેમને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો અને સીંગલ જજના અગાઉના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો.

 

Related posts

શહેરની ૭૭ હોસ્પિટલોમાં આયુષમાન યોજના જારી

aapnugujarat

ગાંધીનગરનાં સિરીયલ કિલર ‘રાની’ને પકડવા પોલીસે યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી

aapnugujarat

હિંમતનગર સિવિલમાં ફાયર અને ડિઝાસ્ટર દ્વારા વર્કશોપનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1