Aapnu Gujarat
ગુજરાત

પાન મસાલા ખાઈ રસ્તા પર થૂંકનાર સામે તવાઇ

પાન-મસાલા ખાઇને રસ્તા પર જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવાનારા તત્વો સામે આકરી કાર્યવાહી કરી ઇ-મેમો ફટકારી દંડ વસૂલવાની સમગ્ર દેશમાં સૌપ્રથમ પહેલ કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયની દેશભરમાં હકારાત્મક અને પ્રેરણારૂપ નોંધ લેવાઇ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર રસ્તા પર પાન-મસાલા ખાઇને થૂંકનાર ૫૦ જણાંને ઇ-મેમો ફટકારી દંડ વસૂલવાની તજવીજ હાથ ધરતાં સમગ્ર શહેરમાં હાલ તો આ ઝુંબેશને લઇ ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને પાન-મસાલો ખાઇ જાહેરમાં થૂંકતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. આવા તત્વો અમ્યુકોની નજરથી એટલા માટે બચી નહી શકે કારણ કે, અમ્યુકો આવા તત્વોને શોધી કાઢવા સીસીટીવી કેમેરાની પણ મદદ લઇ રહી છે, તો બીજીબાજુ, અમ્યુકોના અધિકારીઓની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન-મસાલા પર ચેકીંગ અભિયાન હાથ ધરી રહી છે અને તેઓને તેમના પાનના ગલ્લા કે પાર્લરની બહાર થૂંકદાન મૂકવા કડક તાકીદ કરી દીધી છે, અન્યથા તેઓની પાસેથી પણ દંડ વસૂલવાની તજવીજ હાથ ધરાઇ છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં પાન-મસાલો ખાઇ જાહેરમાં થૂંકનાર વ્યકિત સામે એએમસીએ કાર્યવાહી કર્યાનો સૌપ્રથમ બનાવ સામે આવ્યો હતો., જેને લઇને શહેરભરમાં ભારે ચર્ચા ચાલી હતી. સ્વચ્છતા જાળવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર દેશમાં સૌપ્રથમ પહેલ કરી શરૂ કરેલા અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી જાહેરમાં થૂંકનાર ૫૦ જેટલા લોકોને ઈ મેમો ફટકારી દંડ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશનું પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે જેણે પાન-મસાલા ખાઇ જાહેરમાં થૂંકનાર સામે કાર્યવાહી કરી છે. ઈ મેમો ફટકારી દંડ કરાયો એ પહેલા કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો પાનના ગલ્લા પર રૂબરૂ જઈ દંડ ફટકારી દંડ વસૂલતા હતા. પરંતું હવે વાહન ચલાવતા કોઈ થૂંકે છ તો તેની સામે ૨૦૧૨ પબ્લિક હેલ્થના કાયદા અંતર્ગત થૂંકનારના ઘરે ઈ-મેમો મોકલાય છે. થૂંકતા પકડાયેલા લોકો ઈ મેમો ભરવો જ પડશે અને અમ્યુકો તેની વસૂલાત માટે પણ વધુ અસરકારક તંત્ર ગોઠવી રહ્યું છે. બીજીબાજુ, અમ્યુકો દ્વારા શહેરમાં છેલ્લા ૨૫ દિવસમાં સ્વચ્છતા નહીં જાળવનારા પાનના ગલ્લાવાળાને રૂ.૨ હજારનો દંડ ફટકાર્યો હતો. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા મામલે અત્યારસુધી રૂ. ૬૦ લાખનો દંડ પાનના ગલ્લાવાળાઓને ફટકારવામાં આવ્યો છે, જેને લઇ હવે પાનના ગલ્લા અને પાર્લરવાળાઓના ત્યાં પણ તવાઇ આવી છે. પાન-મસાલો ખાઇ જાહેરમાં થૂંકનારને એએમસી દંડ ફટકારે તો કાયદોનો ભંગ કરનારને ૧૫ દિવસમાં ઈ-મેમોની રકમ ભરવાની રહેશે. પરંતુ જો ઈ મેમોનો દંડ ન ભરે તો તેવા લોકોના ઘરે જઈને એએમસીની ટીમ દંડ વસૂલવાની છે, તેથી હવે શહેરને ગંદુ કરતાં પહેલાં કે જાહેરમાં રસ્તા પર થૂંકતાં પહેલા વિચારજો.

Related posts

સુરતથી બિહાર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી

aapnugujarat

૨૩ ડિસેમ્બરે અમદાવાદમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન

aapnugujarat

અમદાવાદ-વારાણસી વચ્ચે વિશેષ સાપ્તાહિક ટ્રેન રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1