Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ-વારાણસી વચ્ચે વિશેષ સાપ્તાહિક ટ્રેન રહેશે

વેકેશનના ગાળામાં યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વધારાની ટ્રેનો દોડાવવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વેકેશનમાં લોકોની સંખ્યામાં એકાએક જોરદાર રીતે વધી જાય છે. આ ધસારાને પહોંચી વળવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરો-પ્રવાસીઓની વધી રહેલી સંખ્યા અને તેમની સુુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા તા.૨૬મી મેથી તા.૨૩મી જૂન,૨૦૧૭ દરમ્યાન વેકેશનના સમયગાળા દરમ્યાન અમદાવાદ-વારાણસી વચ્ચે સાપ્તાહિક એસી સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. આ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનમાં સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ રહેશે.
આ ટ્રેનનું રિઝર્વેશન(આરક્ષણ) તમામ કોમ્પ્યુટરાઇઝ્‌ડ આરક્ષણ કેન્દ્રો તતા આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી તા.૨૫મી મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો-પ્રવાસીઓને ઉનાળાના દિવસોમાં ખાસ કરીને વેકેશનની રજાઓ દરમ્યાન ફરવા-મુસાફરીમાં કોઇ અગવડ ના પડે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જે મુજબ, અમદાવાદ-વારાણસી વચ્ચે સાપ્તાહિક એસી સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર-૦૯૪૨૧ અમદાવાદ-વારાણસી સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન તા.૨૬મી મે અને તા.૨,૯,૧૬ તથા તા.૨૩ જૂનના રોજ દર શુક્રવારે અમદાવાદથી ૧૧-૨૫ કલાકે ઉપડીને દર રવિવારે સવારે ૬-૨૫ કલાકે વારાણસી પહોંચશે.જયારે પરતમાં ટ્રેન નંબર-૦૯૪૨૨ વારાણસી-અમદાવાદ સ્પેશ્યલ સાપ્તાહિક તા.૨૮ મે અને તા.૪,૧૧,૧૮ તથા ૨૫ જૂનના રોજ દર રવિવારે ૧૨-૦૦ વાગ્યે વારાણસીથી ઉપડીને દર સોમવારે રાત્રે ૧૦-૪૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ દરમ્યાન આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આણંદ, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સીટી, હિંડૌન સીટી, આગરા ફોર્ટ, ટુંડલા, કાનપુર, લખનૌ, ફૈઝાબાદ, શાહગંજ અને જોનપુર સ્ટેશનો પર રોકાશે.

Related posts

જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને સોનાના મુગટ

aapnugujarat

BRTSમાં પૈસા અને દાગીના ચોરતી મહિલા ટોળકી પકડાઇ

aapnugujarat

એટીએસએ ઓઇલ ચોરી કૌભાંડના આરોપીને પકડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1