Aapnu Gujarat
ગુજરાત

રામોલની ગેંગરેપ પીડિતાનું સારવાર દરમ્યાન મોત થયું

શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક યુવતી પર ચાર શખ્સો દ્વારા થોડા સમય પહેલાં ગેંગરેપ કરી તેને ભોગ બનાવવાના ચકચારભર્યા કેસમાં આજે એક નવો વળાંક આવ્યો હતો. ભોગ બનનાર પીડિતાને કિડની પર ગંભીર અસર થતાં તેને કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી, જયાં તેનું કરૂણ મોત નીપજતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે. બીજીબાજુ, ઘટનાને લાંબો સમય વીતી જવા છતાં રામોલ પોલીસ હજુ સુધી આ કેસના આરોપીઓને પકડી શકી નથી. જેને લઇ હવે રામોલ પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતીને થોડા સમય પહેલાં ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મનો ભોગ બનાવી હતી. જેને પગલે યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કિડની પર ગંભીર અસર થતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ૨૦ વર્ષીય યુવતી ગર્ભવતી બનતા ગેંગરેપની ઘટના સામે આવી હતી. બીકોમમાં અભ્યાસ કરતી એટીકેટીનું ફોર્મ ભરવાની લાલચ આપીને ગેસ્ટહાઉસમાં લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, યુવતીને કિડની પર ગંભીર અસર થતાં તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. યુવતીને મૃત બાળક અવતરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
હોસ્પિટલમાં જ પીડિતા યુવતીએ ચાર લોકોએ દુષ્કર્મ આચર્યાનું નિવેદન આપ્યું હતું. આજે પીડિતાને કિડની પર ગંભીર અસર થતા મોત થયું હતુ. જેને પગલે ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, રામોલ પોલીસની નિષ્ફળતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनि. के दो इंजीनियरों के खिलाफ विजिलन्स जांच

aapnugujarat

જીવાપુરમા દીપડાનો દહેશત, લોકોમાં ફફડાટ

editor

કડી શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1