Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપની સરખામણી રામલીલાના સીતા માતાના પાત્ર સાથે કરી

રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ દરભંગામાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર અબ્દુલ બારી સિદ્દીકીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરતા સીતા માતા વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. દરભંગાના બેનીપુર વિધાનસભાના માયાપુર ગામમાં એક સભાને સંબોધિત કરતા કુશવાહાએ ભાજપની તુલના રામાયણના કલાકાર સાથે કરી છે.
પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યુ કે રામલીલા દરમિયાન જે સીતા માતાને જોઈને માતા-બહેનો સન્માનમાં માથુ ટેકે છે તે પડદા પાછળ સિગારેટ પી રહ્યા છે. આ જ હાલત છે ભાજપની. અંદરથી કંઈક અને બહાર કંઈક બીજુ.
સંબોધન દરમિયાન કુશવાહાએ કહ્યુ હું એનડીએમાં રહીને ભાજપને ઘણુ નજીકથી જોઈને આવ્યો છુ. સિદ્દીકી સાહેબ તો બહારથી જોઈ રહ્યા છે. હું તો ભાજપને અંદરથી જોઈને આવ્યો છુ કે ભાજપની અંદર શુ અને બહાર શું છે. બંનેમાં ઘણો તફાવત છે.

Related posts

સરકારની ભરતીમાં અનામતની જોગવાઈ મુજબ નિમણૂંક કરાશે

aapnugujarat

कांग्रेस महासचिव हरीश रावत ने पद से दिया इस्तीफा

aapnugujarat

महाराष्ट्र सरकार 100 दिनों में 8.82 लाख बेघरों के लिए बनाएगी घर

editor

Leave a Comment

UA-96247877-1