Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વંદેમાતરમ નહી બોલનારને મત માંગવાનો અધિકાર નથી : યોગી આદિત્યનાથ

ચૂંટણી પંચે યુપીના સીએમ યોગી આદિત્યાનાથ પર ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવાની રોક લગાવી હતી. આ પ્રતિબંધ હટ્યા બાદ યોગીએ આજથી ફરી ચૂંટણી પ્રચારના ભાગરુપે સભા સંબોધવાનુ શરુ કરી દીધુ છે.તેમણે એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, અત્યાર સુધી યુપીમાં ૧૬ બેઠકો પર મતદાન થયુ છે.તમામ બેઠક ભાજપ જીતી રહી છે.હવે ત્રીજા તબક્કામાં પણ ભગવો ઝંડો ઝુકે નહી તેનુ મતદારો ધ્યાન રાખે.ભારતે મોદીજીની આગેવાની હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, આજે યુપીમાં બહેન દીકરીઓ સાથે અત્યાચાર કરનાર જેલમાં જાય છે અથવા તો તેનુ રામ નામ સત્ય થઈ જાય છે.ગઈ સરકાર માત્ર કબ્રસ્તાન માટે પૈસા આપતી હતી.અમે તમામને પૈસા આપી રહ્યા છે.જો કોઈને વંદે માતરમ ગાવામાં સંકોચ થતો હોય તો તેને વોટ માંગવાનો અધિકાર નથી.પોતાની જાતને બાબરની ઓલાદ કહેનાર ગઠબંધનનો ઉમેદવાર બનીને મતદારોની સામે આવે છે.
આજે સવારે ૬ વાગ્યે પ્રતિબંધની મુદત પુરી થયા બાદ યોગી આદિત્યનાથે હનુમાન જયંતિ નિમિત્તે લખનૌના હનુમાન મંદિરમાં પૂજા કરી હતી.એ પછી ચૂંટણી પ્રચાર માટે રવાના થયા હતા.તેમણે કહ્યુ હતુ કે, હનુમાનજીમાં મારી અતૂટ આસ્થા છે. મારી આસ્થા વચ્ચે કોઈ આવી શકે તેમ નથી.
અન્ય એક ટિ્‌વટમાં તેમણે કહ્યુ હતુ કે, મારી રગે રગમાં રામ છે ને નસે નસમાં શિવ છે.મારી ધાર્મિક ઓળખ હિન્દુ છે.એ હિન્દુ જે ભારતરમાં રહેનાર તમામ ધર્મોનુ સન્માન કરતો આવ્યો છે.

Related posts

મન કી બાત : જીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે

aapnugujarat

ભારતના મંગળયાનને ૧૦૦૦ દિવસ થયા

aapnugujarat

सीजफायर उल्लंघन कर पाकिस्तान द्वारा फिर एकबार फायरिंग हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1