Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેજપ્રતાપે કહ્યું- જો લોકો મને વિદ્રોહી સમજે છે તો હું વિદ્રોહી જ સહી

આરજેડી ચીફ લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીનો નિર્ણય માન્ય નથી અને છેલ્લા બે દિવસથી તે સતત પોતાના ઉમેદવાર માટે વોટ માંગી રહ્યાં છે. તેજપ્રતાપે પોતે બનાવેલ લાલુ-રાબડી મોર્ચાના ઉમેદવાર અંગેશ કુમાર સિંહના સમર્થનમાં રોડ શો કર્યો અને વોટ આપવાની અપીલ કરી. તેજપ્રતાપ યાદવે આજેડીના ઉમેદવાર ફૈસલ અલીને ભાજપના એજન્ટ ગણાવ્યા.લાલુ-રાબડી મોર્ચાના ઉમેદવાર અંગેશ કુમાર સિંહ ઉર્ફ અંગરાજના પ્રચારમાં શિવહર પહોંચેલા તેજપ્રતાપ યાદવે આરજેડી ઉમેદવાર સૈયદ ફૈસલ અલી પર નિશાન સાધ્યું હતું. તેમને ભાજપના એજન્ટ ગણાવતાં કહ્યું કે, મુખ્તાર અબ્બાસ નકવી સાથે તેમની તસવીર છે. અહીં બહારનો ઉમેદવાર નહીં ચાલે. તેમણે લોકોને અંગેશને જીત અપાવવાની અપીલ કરી.તેજપ્રતાપે પોતાને વિદ્રોહી કહેનારાઓને જવાબ આપતાં કહ્યું કે, તે લાલુના પુત્ર છે અને તેમનામાં લાલુનો લોહી છે. રાજદ તેમની પાર્ટી છે તો તેમાં તે વિદ્રોહી કેવી રીતે થયા? તેજપ્રતાપે કહ્યું કે, જો લોકો મને વિદ્રોહી સમજે છે તો હું વિદ્રોહી જ સહી.તેજપ્રતાપ યાદવે શુક્રવારે શિવહર, પિપરાઢી, પુરનહિયા સુપ્પી બેરગનિયા અને રીગામાં રોડ શો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે ગુરુવારે શિવહર લોકસભા ક્ષેત્રમાં પડનારા ચંપારણ જિલ્લાના ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન તેજપ્રતાપે પોતાના ઉમેદવાર અંગેશ સિંહને જીતાડવાની અપીલ કરી હતી.

Related posts

सड़क मंत्रालय राजमार्गों पर वन्यजीवों की सुरक्षित आवाजाही के लिए 1,200 करोड़ रुपए खर्च करेगा

editor

राजनीतिक दूरियां बढ़ सकती है लेकिन परिवार में मतभेद कभी नहीं हो सकता : संजय राउत

aapnugujarat

દેશને સૌથી વધુ પરિશ્રમ કરનારા વડાપ્રધાન મળ્યા છે : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1