ફ્રેન્ચ ઓપન ટેનિસમાં પુરૂષોના વર્ગમાં તાજ માટે સૌથી પ્રબળ દાવેદાર રહેલા નાફેલ નડાલ અને નોવાક જોકોવિકની આગેકુચ જારી રહી છે. આ બન્ને શક્તિશાળી ખેલાડી પોતપોતાના હરિફને હાર આપીને અંતિમ ૩૧માં પ્રવેશ કરી ગયા છે. જ્યારે મહિલા વર્ગમાં વર્તમાન ચેમ્પિયન મુગુરુઝા હારતા સહેજમાં બચી ગઇ છે. મુગુરુઝાએ ભારે રોમાંચ બાદ આખરે કોન્ટાવેટ પર ૬-૭, ૬-૪ અને ૬-૨થી જીત મેળવી લીધી હતી. નડાલે પોતાના હરિફ રોબિન હાસે પર સીધા સેટોમાં ૬-૧,૬-૪અને ૬-૩થી જીત મેળવી લીધી હતી. આ મેચ એક કલાક અને ૪૯ મિનિટ સુધી ચાલી હતી. વર્તમાન ચેમ્પિયન જોકોવિકે પોર્ટુગલના સૌસા પર ૬-૧૬-૪.૬-૩થી જીત મેળવી હતી. ગયા રવિવારથી ફ્રેન્ચ ઓપનની શરૂઆત થઇ હતી. જોકોવિક હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી બાજુ મહિલા વર્ગમાં મુગુરેઝા તાજ જાળવી રાખવાના હેતુથી મેદાનમાં ઉતરી છે. બન્ને ખેલાડીની આગેકુચ હાલમાં તો જારી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયો છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ આ વખતે તે રમવા માટે આશાવાદી હતી. જોકે તેની આશા ઉપર હાલમાં જ પાણી ફરી વળ્યું હતું. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. જેથી નડાલ અને જોકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. ફ્રેન્ચ ઓપનની આ ૧૧૬મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. છઠ્ઠા ક્રમાંકિત ડોમિની થીમે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બોલેલી ઉપર તેણે ૭-૫, ૬-૧, ૬-૩થી જીત મેળવી હતી. અન્ય એક મેચમાં શક્તિશાળી ખેલાડી ડિમિત્રોવે પણ આગેકૂચ કરી લીધી હતી. ડિમિત્રોવે ટોમી રેબ્રેડો ઉપર સીધા સેટોમાં ૬-૩, ૬-૪, ૭-૫થી જીત મેળવી હતી. રાફેલ નડાલે તેના હરીફ ખેલાડી ઉપર ટૂંકા ગાળામાં જ જીત મેળવી હતી. જો કે, સોન્ગાની હાર થઇ હતી. આની સાથે જ તેની સફર પુરી થઇ હતી. વર્તમાન ચેમ્પિયન મુગુરુઝાએ જીત મેળવીને આગેકૂચ કરી હતી. અમેરિકાની વિનસ વિલિયમ્સે કુરુમી ઉપર સીધા સેટોમાં ૬-૩, ૬-૧થી જીત મેળવી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ સગર્ભા હોવાના કારણે રમી રહી નથી જેથી વિનસ વિલિયમ્સ સામે પડકાર રહેલો છે. તે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ૨૦૦૦માં વિનસ વિલિયમ્સ રનર્સઅપ રહી હતી. વોઝનિયાકી પણ આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
(અનુસંધાન નીચેના પાને)
આગળની પોસ્ટ