Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રોચક જંગ

ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે રોમાંચક જંગ ખેલાશે. આ મેચને લઇને એજબેસ્ટનમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કેપ્ટન સ્ટીવ સ્મીથ અને કેન વિલિયમસનની કુશળતાની કસૌટી થનાર છે. બન્ને ટીમો જીત સાથે શ્રીગણેશ કરવા માટે ઉત્સુક છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થયા બાદ ૧૮મી જુન સુધી મેચો ચાલનાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પહેલી જૂનથી ૧૮મી જૂન સુધી ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે. ભારતીય ટીમ આ ટ્રોફીને જાળવી રાખવાના ઈરાદા સાથે વિરાટ કોહલીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૩માં રમાઈ હતી. જેમાં ભારતે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ સ્મીથ ઉપરાંત ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, મેક્સવેલ અને લિન જેવા ખેલાડીઓ પર તમામની નજર રહેશે. જ્યારે ન્યુઝીલેન્ડમાં પણ મેચના પાસાને બદલી નાંખે તેવા ખેલાડી રહેલા છે. જેમાં ગુપ્ટિલ, વિલિયમસનનો સમાવેશ થાય છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે સાંજે ત્રણ વાગ્યાથી સ્ટાર્સ સ્પોટ્‌ર્સ પરથી કરવામાં આવનાર છે. ઓસ્ટ્રેલિયન ટીમ વનડે રેન્કિંગમાં બીજા સ્થાને રહેલી ટીમ છે. છેલ્લે ગ્રુપ સ્ટેજમાં તે ફેંકાઈ ગઈ હતી. જ્યારે વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૯માં ચેમ્પિયન ટીમ બની હતી. સ્ટિવ સ્મિથ એન્ડ કંપની પાસે આ એડિશનમાં જીત મેળવવા માટે તમામ પ્રકારના હથિયારો છે. આ વખતે પણ તે હોટફેવરિટ ટીમ તરીકે છે. સ્મિથ સહિત મોટાભાગના ખેલાડીઓ સારા ફોર્મમાં છે. આઈપીએલમાં હાલમાં જ આ ખેલાડીઓ ધરખમ દેખાવ કરી ચુક્યા છે. ડેવિડ વોર્નર આઈપીએલમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી તરીકે રહ્યો હતો. જ્યારે વોર્ન અપ મેચમાં એરોન ફિન્ચ આક્રમક સદી ફટકારીને હરીફ ટીમોને ચેતવણી આપી ચુક્યોછે. મિડલ ઓર્ડરમાં તેની પાસે લીન અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડી છે. બોલિંગમાં તેની પાસે સ્ટાર્ક, હેઝલવુડ, પેટ કમિન્સ જેવા સારા બોલરો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારતની આશા સામે સૌથી મોટા પડકાર તરીકે છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડ ચોથા નંબરની વનડે રેન્કિંગ ટીમ છે. ૨૦૦૦માં તે ચેમ્પિયન બની હતી. છેલ્લે ગ્રુપ સ્ટેજમાં આઉટ થઇ ગઇ હતી. આ ટીમમાં પણ વિલિયમસન ઉપરાંત કેટલાક ધરખમ ખેલાડી છે જેમાં માર્ટિન ગુપ્ટિલનો સમાવેશ થાય છે. વર્લ્ડકપ ૨૦૧૫ બાદથી ગુપ્ટિલ સૌથી વધુ રન ૨૨૨૨ કરી ચુક્યો છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

रणजी की नॉकआउट मैचों में इस्तेमाल करेंगे DRS : BCCI

aapnugujarat

આજે કટકમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-ટ્‌વેન્ટી જંગ

aapnugujarat

पाकिस्तान ने बाबर आजम को नियुक्त किया टेस्ट कप्तान

editor

Leave a Comment

UA-96247877-1