Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજે ૯૬ બેઠકો માટે મતદાન યોજાશે

તમિળનાડુમાં સૌથી વધારે ૩૮ સીટ પર મતદાન : કુલ ૧૬૪૪ ઉમેદવારનું ભાવિ સીલ થશે

૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા જારી રહી છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી છે. મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આવતીકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી ૯૬ સીટ પર મતદાન યોજાનાર છે. વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ચૂંટણી પંચે આખરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાલ આંખ કરી છે જેના ભાગરૂપે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા આજમખાન પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. તેમના પર કેટલાક દિવસો માટે પ્રચાર ન કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આવતીકાલે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે ૩૮ સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મમિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન થશે. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો. બીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક મોટા માથા મેદાનમાં રહેલા છે જેમાં કેન્દ્રિય પ્રધાન જુઆલ ઓરમ, સદાનંદ ગૌડા, રાધાકૃષ્ણન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, ભાજપના હેમા માલિની, ડીએમકેના દયાનિધી મારન, કાનીમોઝી અને એ રાજાનો સમાવેશ થાય છે. ઓરિસ્સામાં લોકસભાની પાંચ સીટોની સાથે ૩૫ વિધાનસભા સીટ માટે પણ મતદાન યોજાનાર છે. મુખ્યપ્રધાન નવીન પટનાયક પોતે પણ મજબુત ગઢમાંથી મેદાનમાં છે. લોકસભા સીટ માટે પાંચ મહિલા ઉમેદવાર પણ મેદાનમાં છે. વિધાનસભામાં ૨૫ મહિલા ઉમેદવારો મેદાનમાં દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થઇ ચુક્યુ છે. હવે બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવનાર છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. આચારસંહિતાના ભંગ માટે કાર્યવાહી વચ્ચે પ્રચાર દરમિયાન જુદા જુદા ભાગોમાંથી જંગી રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, બીજા તબક્કામાં ૧૬૪૪ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. આને લઇને ભારે ઉત્સા દેખાઇ રહ્યો છે. બીજી બાજુ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ૨૭ ટકા ઉમેદવારો અથવા તો ૪૨૭ ઉમેદવારોની સંપત્તિ કરોડોમાં છે. આ ઉમેદવારો કરોડપતિ છે. તેમની સંપત્તિ એક કરોડ અથવા ો ઉપરની છે. જ્યારે ૧૧ ટકા ઉમેદવારો દ્વારા તેમની સંપત્તિ પાંચ કરોડ જાહેર કરવામાં આવી છે. આવી જ રતે ૪૧ ટકા ઉમેદવારોએ તેમની સંપત્તિ ૧૦ લાખ રૂપિયા આંકી છે. લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી સરેરાશ ઉમેદવારોની સંપત્તિ ૩.૯ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. નેશનલ ઇલેક્શન વોચ અને એડીઆર દ્વારા લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ૧૬૪૪ ઉમેદવારો પૈકી ૧૫૯૦ ઉમેદવારોના એફિડેવિટમાં ચકાસણી કરી છે. આ તમામ પૈકી ૧૫૯૦ ઉમેદવારોના આંકડામાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. જે પૈકી નેશનલ પાર્ટીના ઉમેદવારોની સંખ્યા વધારે છે. બીજા તબક્કામાં નેશનલ પાર્ટીના ઉમેદવારોની સંખ્યા ૨૦૯ છે. રાજયની પાર્ટીઓના ઉમેદવારોની સંખ્યા ૧૦૭ નોંધાઇ છે. આવી જ રીતે બિન નોંધાયેલી રાજકીય પાર્ટીઓના ઇમેદવારોની સંખ્યા ૩૮૬ રહી છે. જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૮૮૮ જેટલી રહી છે. મોટી પાર્ટીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીમાંથી ૫૩ ઉમેદવારો છે. જ્યારે ભાજપમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેની પાર્ટીના ૫૩ ઉમેદવારો પૈકી ૪૬ ઉમેદવારો અથવા તો ૮૭ ટકા ઉમેદવારોએ તેમની સંપત્તિ એક કરોડથી વધારેની આંકી છે. આવી રીતે ભાજપના ઉમેદવારો પૈકી ૪૫ ઉમેદવારોએ તેમની સંપત્તિ એક કરોડ કરતા વધુ છે. બહુજન સમાજ પાર્ટી તરફથી કુલ ૮૦ ઉમેદવાર મેદાનમાં છે જે પૈકી ૨૧ ઉમેદવાર અથવા તો ૨૬ ટકા ઉમેદવાર એવા છે જે ઉમેદવારની સંપત્તિ એક કરોડથી વધારે છે. ડીએમકેના ૨૪ ઉમેદવાર પૈકી ૨૩ ઉમેદવાર અથવા તો ૯૬ ટકા ઉમેદવાર એક કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. આવી જ રીતે અન્નાદ્રમુકના ૨૨ ઉમેદવાર અથવા તો ૧૦૦ ટકા ઉમેદવાર એક કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં જે ઉમેદવારો છે તે પૈકી તમિળનાડુમાં કન્યાકુમારીમાંથી કોંગ્રેસના ઉમેદવાર વસંતકુમાર સૌથી અમીર ઉમેદવાર છે. તેમની સંપત્તિ ૪૧૭ કરોડ છે જ્યારે બિહારના પુરણિયાના કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહની સંપત્તિ ૩૪૧ કરોડ અને કોંગ્રેસના બેંગ્લોર દક્ષિણના ઉમેદવાર ડીકે સુરેશની સંપત્તિ ૩૩૮ કરોડ છે. સંપત્તિને લઇને ચિત્ર સ્પષ્ટ થતાં ચર્ચા છે.

Related posts

મુખ્ય સચિવ સાથે ખરાબ વર્તનને લઇ કોંગ્રેસ-ભાજપે અરવિંદ કેજરીવાલનાં રાજીનામાંની માંગ કરી

aapnugujarat

सी.ए.ए. जैसे मुद्दों के खिलाफ जनता ने मत दिया : जाखड़

aapnugujarat

कोरोना संकट: पंजाब में 1 दिसंबर से नाइट कर्फ्यू का ऐलान

editor

Leave a Comment

UA-96247877-1