Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કમળનું બટન દબાઓ, ૧૩ રૂપિયા કિલો ખાંડ લો : સ્મૃતિ ઈરાની

અમેઠીની જાયસ નગરપંચાયતમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ લોકોને સવાલ કર્યો કે ખાંડ કેટલા રૂપિયે મળી રહી છે? ૪૦ રૂપિયાની મળી રહી છે. ત્યારપછી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદીનો સંદેશ છે કે ૬ તારીખે કમળનું બટન દબાઓ અને ૧૩ રૂપિયા કિલો ખાંડ મેળવો. તેમને આગળ કહ્યું કે મોદીજીએ જે કહ્યું તે કર્યું છે.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે આ વાત હકીકત છે કે તેઓ જીતીને બીજી સીટ પર ચાલ્યા ગયા, જયારે હું હારીને પણ તમારી સાથે રહીને સેવા કરી રહી છું. આજે ઉત્તરપ્રદેશના દરેક મંત્રીઓ અને વિધાયક ઘરે ઘરે જઈને વોટ માંગી રહ્યા છે, જે તમને એટલું પણ સમ્માન નથી આપતા કે તમારી પાસે આવીને વોટ માંગે. તેઓ ૧૫ વર્ષ સુધી ગાયબ રહ્યા અને તમને તમારા હાલ પર છોડી દીધા. આવા વ્યક્તિને વોટ આપવાનો કોઈ ફાયદો નથી.
બીજી બાજુ કોંગ્રેસે પણ સ્મૃતિ ઈરાનીના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવકતા અનિલ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠીમાં ફરીને અમેઠીની જનતાનું અપમાન કરી રહી છે. તેમને કહ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠી અને ગાંધી પરિવારના સંબધં વિશે શુ કહેશે, તે તેમના પેદા થતા પહેલાના છે.

Related posts

‘કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતીશે, રાહુલ વડા પ્રધાન બનશે : પ્રિયંકા ગાંધી

aapnugujarat

टीडीपी के 60 मुख्य नेता और हजारों समर्थक भाजपा में शामिल

aapnugujarat

કેજરીવાલે પંજાબના લોકો પાસે ૧૩માંથી ૧૩ લોકસભા બેઠકો જીતવાની વાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1