Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતીશે, રાહુલ વડા પ્રધાન બનશે : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે અહીં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે આપણી પાર્ટી આ વખતની લોકસભા ચૂંટણી જીતશે. પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચાય એ માટે પૂરા પ્રયાસો કરવાની પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ એમને કામગીરી સોંપી છે. તેથી પોતે હાલ ‘મિશન યૂપી’ માટે પણ કામ કરી રહ્યાં છે.
લોકસભા ચૂંટણી માટે પાર્ટીના એકદમ નિચલા સ્તરનાં કાર્યકર્તાઓને પણ કામગીરી બજાવવા માટે ઉત્સાહિત કરવા માટે પ્રિયંકા અમેઠી અને રાયબરેલી શહેરોની બે-દિવસીય મુલાકાતે આવ્યાં છે.કોંગ્રેસનાં એક કાર્યકર્તાએ પ્રિયંકાને એવું કહેતાં ટાંક્યા હતાં કે, આપણે આ (૨૦૧૯)ની ચૂંટણી જીતીશું અને રાહુલ વડા પ્રધાન બનશે. રાહુલે મને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની હવે પછીની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવે એ માટેની કામગીરી સોંપી છે. હું એ કામ પાર પાડવા માટે મહેનત કરીશ.
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે મારાં પિતા ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ એમની મુદત દરમિયાન હાથ ધરેલી તમામ વિકાસલક્ષી યોજનાને પુનઃ શરૂ કરીશું. એમની (ભાજપની) સરકારે મેગા ફૂડ પાર્ક, પેપર મિલ અને આઈઆઈટી જેવી અનેક મોટી યોજનાઓને અટકાવી દીધી હતી.
પ્રિયંકાએ ઘણા કાર્યકર્તાઓ સાથે જૂથવાર વાતચીત કરી હતી.અમેઠી રાહુલ ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે જ્યારે રાયબરેલી પ્રિયંકાનાં માતા અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે.રાયબરેલીથી પ્રિયંકા અયોધ્યા જશે અને ત્યાં ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારમાં પક્ષનો પ્રચાર કરશે.શું તમે ચૂંટણી લડશો? એવા એક સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે મારી પાર્ટી જો મને કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ.

Related posts

प्रधान न्यायाधीश के रूप में जस्टिस बोबड़ेने ली शपथ

aapnugujarat

સમાજની આંખ ઉઘાડતો કિસ્સો : વહુએ સાસુને મુખાગ્નિ આપી

editor

મકાનના વેચાણમાં ૭ વર્ષ બાદ આવી તેજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1