Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસ સુપ્રીમના નામે પણ જુઠ્ઠાણા ફેલાવે છે : ઉનામાં રૂપાણીએ જનમેદની સંબોધી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં ઉના ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ પુરત સિમીત નથી પરંતુ દેશ કોના હાથમાં સલામત છે તે માટેની છે. મા ભારતી જગત જનની બને તેના માટેની છે. એક તરફ ચોકીદાર છે તો બીજી તરફ ચોરોની જમાત છે. ચોરો ચોકીદારને ચોર કહે છે. રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે. કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા વારંવાર મોદી ચોર છે, તેવું જુઠ્ઠુ અને પાયાવિહોણું નિવેદન કરવામાં આવે છે. સુપ્રમ કોર્ટે કહ્યું છે કે, અમે નરેન્દ્ર મોદને કદી ચોર કહ્ય જ નથી. કોંગ્રેસ હવે સુપ્રમ કોર્ટના નામે પણ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. સુપ્રમ કોર્ટે આ બાબતે રાહુલ ગાંધને નોટિસ પણ ફટકારી છે. સુપ્રીમ કોર્ટના નામે રાહુલ ગાંધી પ્રજાની આંખમાં ધૂળ નાંખી રહ્યા છે. નરેન્દ્ર મોદી પ્રમાણિક અને પરીશ્રમી વડાપ્રધાન છે. દિલ્હીમાં ચોકીાર બનીને દેશની તિજોરી ઉપર કોઇનો કાળો પંજો પડવા દેતા નથી. આ ચોરોની જમાતને આવા પ્રમાણિક અને પરીશ્રમી વડાપ્રધાન પસંદ નથી, તેથી તેઓ વારંવાર મોદી હટાવો. મોદી હટાવો કહ્યા કરે છે. જુઠ્ઠુ બોલવું, જોરથી બોલવુ, વારંવાર બોલવું આ કોંગ્રેસનો સ્વભાવ છે. કોંગ્રેસની અંદર હારનો ડર પેસી ગયો છે. અગાઉની ચૂંટણીમાં હારી ગયા બાદ ઇવીએમના બહાના કાઢતા હતા. દેશમાં લોકસભાની પ્રથમ ચરણની ચૂંટણી બાદ તેઓ અત્યારથી જ કહેવા લાગ્યા છે કે ઇવીએમના કારણે બીજેપી જીતશે આ બતાવે છે કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે.

Related posts

સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનું ગીરગયાના દુધથી તુલાદાન

aapnugujarat

રાજકોટનાં યુવાને ૨૨ દિવસમાં બનાવ્યું સોનામાંથી પ્રધાનમંત્રી મોદીનું પોટ્રેટ

aapnugujarat

અમિત જેઠવા હત્યા કેસમાં વધુ બે સાક્ષી ફરી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1