Aapnu Gujarat
બિઝનેસ

પોતાના દેશમાં ધન મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ, વર્લ્ડ બેંક રીપોર્ટમાં જાણકારી

દુનિયામાં પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં ધન મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ છે. વર્ષ ૨૦૧૮માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ ૭૯ અબજ ડોલર મોકલવામાં આવ્યા. વર્લ્ડ બેંકના માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત બાદ આ મામલે દુનિયામાં બીજું સ્થાન ચીનનું છે જ્યાંના પ્રવાસીઓએ ૬૭ અબજ ડોલરની રકમ પોતાના દેશમાં મોકલી છે.
ત્યારબાદ મેક્સિકો (૩૬ અબજ ડોલર), ફિલિપિન્ઝ (૩૪ અબજ ડોલર) અને મિસ્ત્ર (૨૯ અબજ ડોલર) ના સ્થાન પર છે.છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સતત પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતું ધન ખૂબ સારી માત્રામાં રહ્યું છે. વર્ષ ૨૦૧૬માં ભારતીયોએ ૬૨.૭ અબજ ડોલર તો વર્ષ ૨૦૧૭માં ૬૫.૩ અબજ ડોલરની રકમ મોકલી. વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતમાં ૨૦૧૮માં આવનારા રેમિટેંસમાં ૧૪ ટકાનો વધારો થયો. આનું કારણ એ હોઈ શકે કે કેરળમાં આવનારા વિનાશક પુરમાં મદદ માટે પ્રવાસીઓએ પોતાના પરિવારોને મદદ મોકલી છે.બીજી તરફ પાકિસ્તાનમાં પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા ધનમાં માત્ર ૭ ટકાનો વધારો થયો છે. કારણ કે તેના સૌથી મોટા સ્ત્રોત સાઉદી અરબથી આવનારા ધનમાં કમી આવી છે. બાંગ્લાદેશમાં પણ પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવનારા ધનમાં ૨૦૧૮માં ૧૫ ટકાનો મોટો વધારો થયો છે.રિપોર્ટ અનુસાર ઓછા અને મધ્યમ આવક વાળા દેશોમાં વર્ષ ૨૦૧૮માં આવનારા રેમિટેન્સ રેકોર્ડ ૫૨૯ અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ વર્ષે ૨૦૧૭ માટે ૪૮૩ અબજ ડોલરના મુકાબલે ૯.૬ ટકા વધારે છે. વર્ષ ૨૦૧૮માં આખા દુનિયાના રેમિટેંસની વાત કરીએ તો કુલ ૬૮૯ અબજ ડોલરનું ધન પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં મોકલવામાં આવ્યું છે. દક્ષિણ એશિયાના દેશોમાં મોકલવામાં આવતા ધનમાં ૧૨ ટકાનો વધારો થયો છે અને તે ૧૩૧ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. વર્ષ ૨૦૧૭માં આમાં માત્ર ૬ ટકાનો વધારો થયો હતો.વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રેમિટેંસમાં આ વધારો અમેરિકાની આર્થિક હાલત સુધરવા અને તેલની કીંમતોમાં વધારાના કારણે થયો છે. તેલની કીંમતોના વધવાની ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના ઘણા દેશોથી બહાર મોકલવામાં આવતા ધન પર સકારાત્મક અસર પડી છે. જીએસીસીમાં બહરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યૂએઈથી બનેલા છે. રિપોર્ટ અનુસાર અમેરિકી ડોલર પોતાના દેશમાં મોકલવા માટે પ્રવાસીઓને હજી પણ ખૂબ ખર્ચ કરવો પડે છે. આ સમયે રેમિટેંસનો ખર્ચ ૭ ટકા સુધી છે. વર્ષ ૨૦૩૦ સુધી આને ૩ ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Related posts

वर्ष 2020 तक लग्जरी श्रेणी में भारतीय पर्यटकों की संख्या हो जाएगी 20 लाख के पार

aapnugujarat

વર્ષ ૨૦૨૨ માં જીડીપી વૃદ્ધિ દર ૧૦.૫ ટકા હોઈ શકે છે : શક્તિકાંત દાસ

editor

સેંસેક્સમાં ૩૦૫ પોઇન્ટનો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1