Aapnu Gujarat
ગુજરાત

કોર્પોરેશનની એડ્‌વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાનો આરંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નો પ્રોપર્ટી ટેક્સ એડ્‌વાન્સમાં ભરપાઇ કરનાર કરદાતાઓને ટેક્સબિલમાં દ, ટકાની રાહત આપનારી એડ્‌વાન્સ ટેક્સ રિબેટ યોજનાનો આજથી પ્રારંભ કરાયો છે. આ યોજનાનો લાભ આગામી તા.૩૦ એપ્રિલ સુધી કરદાતાઓને અપાશે. એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ સારી એવી સંખ્યામાં આ રિબેટ યોજનાનો લાભ લેશે તેવું અમ્યુકો અધિકારીઓ માની રહ્યા છે.  તંત્રની એડ્‌વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાથી કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સ બિલમાં દસ ટકાની રાહત મળે છે. ઉપરાંત મ્યુનિસિપલ તિજોરી પણ નાણાંથી છલકાઇ જાય છે. આ યોજનાથી ગત એપ્રિલ-ર૦૧૭માં રૂ.ર૪ર.૦ર કરોડ અને ગત એપ્રિલ-ર૦૧૮માં રૂ.ર૮૮.૮૦ કરોડની આવક થઇ હતી. ચાલુ વર્ષ એપ્રિલ-ર૦૧૯માં એડ્‌વાન્સ ટેક્સ રિબેટ યોજનાથી આવકનો આંકડો રૂ.૩૦૦ કરોડને આંબી જાય તેવી શકયતા છે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓને સમગ્ર વર્ષ દરમ્યાન પોતાનો ટેક્સ ઓનલાઇન ભરવા પર ટેક્સ બિલમાં બે ટકાનું રિબેટ અપાય છે. અગાઉ આ રિબેટમાં મહત્તમ મર્યાદા નક્કી કરાઇ હતી, જે કાઢી નખાઇ છે. દરમ્યાન પ્રોપર્ટી ટેક્સના સત્તાવાળાઓએ બીએસએનએલની પાંચ કચેરીને આશરે રૂ.ત્રણ કરોડના બાકી ટેક્સ મામલે ગત તા.ર૭ માર્ચે તાળાં મારતાં સનસનાટી મચી ગઇ હતી. તે વખતે બીએસએનએલના સત્તાવાળાએ તા.૩૧ માર્ચ સુધીમાં બાકી ટેક્સની ભરપાઇ કરી દેવાની ખાતરી મ્યુનિસિપલ સત્તાવાળાઓને આપતાં તંત્રે સીલ ખોલ્યાં હતાં. જોકે હજુ સુધી આ રકમ ભરાઇ નથી, જોકે બાકી ટેક્સને આગામી તા.૩૦ એપ્રિલ સુધીમાં ભરપાઇ કરવાની બીએસએનએલ દ્વારા મ્યુનિસિપલ તંત્રને લેખિત બાંયધરી અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ રેલવેતંત્રનો પણ આશરે રૂ.૧૪ કરોડનો ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલે છે. આગામી દિવસોમાં અમ્યુકો સત્તાધીશો આ સમગ્ર મામલે આકરી કાર્યવાહી કરે તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે. 

Related posts

ચીખલી તાલુકામાં ૫ મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

editor

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

aapnugujarat

અસારવા ખાતે પોસ્ટલ અને આર એમ એસનું છઠું અધિવેશન યોજાયું

editor

Leave a Comment

UA-96247877-1