Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલે કોંગી નેતાનું નામ લીધું

સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઓગસ્ટા વેસ્ટલેન્ડ લાંચના મામલામાં મુખ્ય આરોપી ક્રિશ્ચન મિશેલે લાંચ રૂશ્વત સાથે સંબંધિત હિસાબવાળી બજેટ સીટમાં નોંધવામાં આવેલા નામને લઈને શોર્ટ ફોર્મ મામલે ખુલાસો કર્યો છે. આ બાબતની માહિતી તપાસ કરી રહેલી તપાસ સંસ્થા ઈડી દ્વારા પૂરક ચાર્જશીટમાં આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શોર્ટ ફોર્મ એપીનો અર્થ કોંગ્રેસના એક મુખ્ય નેતા સાથે છે. ઇડીએ વીવીઆઇપી હેલિકોપ્ટર કોંભાડના મામલામાં ગુરૂવારે ચોથી ચાર્જશીટ દાખલ કરી હતી. મિશેલે કહ્યુ હતુ કે ડાયરીમાં નોંધવામાં આવેલા ફેમનો અર્થ ફેમિલી એટલે કે પરિવારછે. ડાયરીમાં ટુંકમાં નોંધવામાં આવેલા નામનો ચોક્કસ અર્થ રહેલો છે. ટુંકમાં નોંધવામા ંઆવેલા શબ્દોના સંબંધ એરફોર્સના અધિકારીઓ , સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે સંબંધિત છે. તમામને આપવામાં આવેલી ત્રણ કરોડ રૂપિયાની લાંચ સાથે સંબંધિત આ મામલો છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકોને લાંચ રૂશ્વતના પૈસા ચુકવણીમાં જટિલ પ્રક્રિયા અપનાવવામા આવી હતી. આ પૈસા હવાલા મારફતે કાઢવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ કેસ હાલમાં ઇડી અને સીબીઆઇના હવાલે છે. તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેના આરોપીઓમાં ભારતીય હવાઇ દળના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગીનો સમાવેશ થાય છે.ય મિશેલના કહેવા મુજબ એપી એક નેતાનુ નામ છે. જ્યારે ફેમનો અર્થ ફેમિલી છે. તપાસ સંસ્થાએ તેની પુરક ચાર્જશીટમાં ૩૦૦૦ પાના ઉમેર્યા છે. તેમાં ત્રણ નવા નામ સામેલ કર્યા છે. ચાર્જશીટમાં ત્રણ નવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મિશેલના બિઝનેસ પાર્ટનર ડેવિડ સીમ્સ અને તેમના માલિકી હક ધરાવતી બે કંપનીઓ ગ્લોબલ સર્વિસ યુએઈ અને ગ્લોબલ ટ્રેડ એન્ડ કોમર્સ લિમિટેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક નામ એફજેડનો પણ છે. આ ત્રણેય નામ પૂર્વના આરોપપત્રમાં નોંધવામાં આવેલા ૩૮ નામ સિવાયના નામ છે. આવતીકાલે છઠ્ઠી એપ્રિલના દિવસે આ મામલામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઈડીની પૂરક ચાર્જશીટની નોટ લેવામાં આવે છે કે કેમ તે અંગે આવતીકાલે ખાસ ન્યાયાધિશ અરવિંદકુમાર ફેંસલો કરશે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં કહ્યું હતું કે વીવીઆઈપી હેલિકોપ્ટરના પુરવઠા માટે આઠમી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસેત હસ્તાક્ષર કરવામાં આવતા સોદાથી સરકારી તિજોરીને ૨૬૬૬ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું હતું. ઈડીએ જૂન ૨૦૧૬માં મિશેલની સામે મુખ્ય ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેને અને અન્યને ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદાબાજીથી ૨૨૫ કરોડ રૂપિયા મળ્યા હતા. દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. ગયા વર્ષે ૨૨મી ડિસેમ્બરના દિવસે પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી.

Related posts

कार खरीदने वालों का प्रीमियम पहले से हुआ दोगुना

aapnugujarat

મહાવિકાસ અઘાડી સરકાર પાડવાનું ષડયંત્ર : સંજ્ય રાઉત

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : બળદગાડી, સાયકલ પર રાહુલનો પ્રચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1