Aapnu Gujarat
Uncategorized

અમરેલી ભાજપની સીટ પર વધ્યો કોંગ્રેસનો દબદબો, ધાનાણી પડશે ભારે

અમરેલીના મતદારે જનપ્રતિનિધિને બદલવામાં જરાય વિલંબ નથી કર્યો. છેલ્લા પાંચ વર્ષમાં અહીં વિવિધ ચૂંટણીમાં સત્તા વિરોધી લોકજુવાળ જોવા મળ્યો છે. ૨૦૧૨માં સાતમાંથી ચાર વિધાનસભા બેઠકો ભાજપ અને એક જીપીપી પાસે હતી. જીપીપી ભાજપમાં ભળી ગયા પછી તે બેઠક પણ ભાજપની જ ગણાય. આમ પાંચ બેઠકો ભાજપના હાથમાં હતી. ૨૦૧૭ પછી ચિત્ર ઊલટાઈ ગયું છે. હાલ પાંચ બેઠકો કૉન્ગ્રેસ પાસે છે અને માત્ર બે જ ભાજપ પાસે જળવાઈ છે. હાલ સાંસદ ભાજપના છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં અને પંચાયતોમાં જોવા મળેલો સત્તાવિરોધી જુવાળ લોકસભાની ચૂંટણીને કેટલી અસર કરશે એ જોવાનું રહે છે.
અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી, રાજુલા, મહુવા અને ગારિયાધાર. હાલ આ સાતમાંથી પાંચ બેઠક કૉન્ગ્રેસના કબજામાં છે અને બે ભાજપના. ૨૦૧૨માં ધારી બેઠક જીપીપીની હતી. કેશુભાઈનો પક્ષ જીપીપી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપમાં ભળી ગયો તો એ રીતે આ બેઠક ભાજપ પાસે જવી જોઈતી હતી તેના બદલે ૨૦૧૭માં કૉન્ગ્રેસે તે આંચકી લીધી. અમરેલીની વિધાનસભા બેઠક ૨૦૧૨માં પણ કૉન્ગ્રેસ પાસે હતી અને ૨૦૧૭માં પણ જળવાઈ છે. સાવરકુંડલાની બેઠક ૨૦૧૨માં ભાજપ પાસે હતી તે ૨૦૧૭માં કૉન્ગ્રેસના હાથમાં સરી ગઈ. સાવરકુંડલાની બેઠક ૨૦૧૨માં ભાજપ પાસે હતી, જે ૨૦૧૭માં કૉન્ગ્રેસ પાસે જતી રહી. મહુવા બેઠક ૨૦૧૨માં ભાજપ પાસે હતી, તે ભાજપ પાસે જળવાઈ. ગારિયાધારમાં પણ એ જ ઉપક્રમ રહ્યો. રાજુલા બેઠક ભાજપના હાથમાંથી સરીને કૉન્ગ્રેસના હાથમાં જતી રહી.લાઠી બેઠક કૉન્ગ્રેસ પાસે હતી અને કૉન્ગ્રેસ પાસે રહી છે. ૨૦૧૨માં સાતમાંથી ચાર બેઠક ભાજપ, એક જીપીપી અને બે કૉન્ગ્રેસ પાસે હતી. ૨૦૧૭માં ચિત્ર તદ્દન ઊલટું થઈ ગયું, જે અમરેલી સંસદીય ક્ષેત્રની જનતાની સત્તા પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ચારમાંથી બે બેઠક પર આવી જવાની જે ખોટ સહન કરવી પડી છે તેની લોકસભા ચૂંટણીમાં કેટલી અસર પડશે તે હવે જોવાનું રહે છે.અમરેલીમાં ૨૦૧૯ની ચૂંટણી કોણ જીતશે તે કિસાનો નક્કી કરશે. નેતાઓ આવે અને જાય છે, પણ કિસાનોના પ્રશ્નો ઉકેલાતા નથી. ૨૦૧૭ની લકસભા ચૂંટણીમાં ખેડૂતો નારાજ હોવાથી ભાજપને રાજુલા, સાવરકુંડલા અને ધારીની બેઠક ગુમાવવી પડી હતી. મહુવા અને ગારિયાધાર સિવાય એક પણ બેઠક પર ભાજપ આવ્યું નહીં. આ બાબત દર્શાવે છે કે ખેડૂતો ખૂબ નારાજ છે. એફએમ રેડિયો અમરેલીને મળ્યો એ સિવાય કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. પાણી, રસ્તા અને બેરોજગારીનો પ્રશ્ન બરકરાર છે. અમરેલી શહેરમાં વર્તમાન સાંસદ સામે નારાજગી નથી, પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારોભાર અસંતોષ છે. કિસાનો અને ગ્રામીણ મતદારો સંસદીય ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પાક વિમો, પાણી, ખેતરોમાં ૨૪ કલાક વીજળીનો અભાવ, બેરોજગારી આ બધા પ્રશ્નો હારજીત નક્કી કરનારા પરિબળ બની રહેશે.

Related posts

रोहित शर्मा टेस्ट क्रिकेट में कर सकते हैं ओपनिंग : गिलक्रिस्ट

aapnugujarat

ગીર મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ

aapnugujarat

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1