Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં મોદીને લાગશે ઝટકો : પ્રિયંકાનો પણ નહીં ચાલે જાદુ

મોદીને ચૂંટણી પહેલાં સૌથી મોટો ઝટકો લાગી શકે છે. એક સરવે બહાર આવ્યો છે. જેમાં યુપીમાં ભાજપને કરારી હાર મળવાનો રિપોર્ટ બહાર આવ્યો છે. ભાજપે અહીં ગત લોકસભામાં ૭૩ સીટો જીતીને દિલ્હીની સીટ કબજે કરી હતી. આ વર્ષે સ્થિતિઓ બદલાઈ ગઈ છે. બસપા અને સપાનું ગઠબંધન ભાજપને ભારે પડી રહ્યું છે. એબીપી ન્યૂઝ અને સર્વે એજન્સી નીલસનના સર્વે અનુસાર, લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં તગડો ઝટકો લાગી શકે છે. યુપીમાં પ્રિયંકાનો પણ જાદુ ચાલે તેવી સંભાવના ઘણી ઓછી છે. મોદી અને અમિત શાહ માટે આ સરવે ભારે ચિંતાનો વિષય છે. મોદીએ ફરી પીએમ બનવું હોય તો યુપીએ મહત્વનું રાજ્ય છે. હિન્દીબેલ્ટમાં ભાજપનું પ્રભુત્વ ઘટતાં ભાજપે દક્ષિણ અને પૂર્વોત્તર તરફ નજર દોડાવી છે.ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી બીજેપીને માત્ર ૩૬ સીટ પર જીત મળી શકે છે. તો સમાજવાદી પાર્ટી (એસપી), બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) ગઠબંધનને ૪૨ સીટ મળે તેવો રિપોર્ટ છે. જેથી ભાજપના કદાવર નેતાઓના પણ હોશ ઉડી ગયા છે. અહીં પ્રિયંકાનો જાદુ પણ ચાલે તેવી સંભાવના ઓછી છે. કોંગ્રેસે સિંધિયા અને પ્રિયંકાને માસ્ટર કાર્ડ તરીકે ઉતાર્યા હોવા છતાં પણ કોંગ્રેસને માત્ર ૨ સીટ મળવાની શકયતા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધનને ૮૦માંથી ૭૩ સીટ પર જીત મળી હતી. જોકે, તે સમયે સપા અને બસપાએ અલગ અલગ ઉમેદવારી કરી હતી. આ વર્ષે બંને ગઠબંધનમાં સાથે છે. બીજેપીની મતની ટકાવારી ઓછી થઈ નથી પણ સપા અને બસપાના સમીકરણો બીજેપીને ભારે પડવાના છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેને ૪૩.૩ ટકા મત મળ્યા હતાં. જયારે સર્વે અનુસાર ૨૦૧૯માં તેને ૪૩ ટકા મત મળી શકે છે. ગઠબંધનને કુલ ૪૨ ટકા મત મળવાની શકયતા છે. આમ મતોની ટકાવારીમાં તફાવત ઓછો હોવા છતાં બીજેપીને સીટમાં મોટો ઝટકો લાગશે. ગત વર્ષે અલગ અલગ ચૂંટણી લડીને કારમી હાર સહન કરાનારા બસપા અને સપા આ વર્ષે સમજીને ગઠબંધન કરી મોદીને હરાવવા માટે નીકળ્યા છે. જેનો ફાયદો પણ થવાની સંભાવના છે.સર્વે અનુસાર કોંગ્રેસ અમેઠી અને રાયબરેલી ઉપરાંત કોઈ અન્ય સીટ પણ જીતી નહીં શકે. જોકે, તેના મતની ટકાવારીમાં સામાન્ય લીડ જોવા મળી છે. બીજેપી માટે મુશ્કેલી એ છે કે સર્વેમાં કેન્દ્રિય મંત્રી મનોજ સિંહા અને પ્રદેશ સરકારમાં મંત્રી રીટા બહુગુણા જોશી ચૂંટણી હારે તેવી સંભાવનાને વ્યક્ત કરાઈ છે. મનોજ સિંહા હાલ ગાજીપુરમાંથી સાંસદ છે અને રીટા બહુગુણા જોશી અલાહાબાદ લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. આમ ૨ મંત્રીઓએ પોતાની દાવેદારીથી હાથ ધોવા પડશે. રીટા બહુગુણા જોશી પહેલાં કોંગ્રેસમાં હતા. જેઓએ ભાજપનો હાથ ઝાલ્યો છે અને મંત્રી છે. જેઓની પણ હાર થવાની સંભાવના છે.બીજેપીને સૌથી પહેલો ઝટકો પશ્ચિમી ઉત્તર પ્રદેશથી લાગી શકે છે. અહીંની કુલ ૨૭ સીટમાંથી બીજેપીના ફાળે માત્ર ૧૨ સીટ જ મળશે. જયારે એસપી, બીએસપી, આરએલડીને તેમાંથી ૧૫ સીટ પર જીત મળવાની શકયતા છે. ગૌતમબુદ્ઘ નગરથી સાંસદ અને કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા પણ ચૂંટણી હારી શકે છે. આ વર્ષે ભાજપે યુપીને બદલે પૂર્વોત્તર રાજ્યો તરફ ફોક્સ વધાર્યું છે. મોદીની સભાઓ અસમથી લઇને ઓરિસ્સામાં થઈ રહી છે. ભાજપે પણ યુપીમાં ફટકો પડશે તે સ્વીકારી લીધું છે.સહારનપુર, મુઝફફરનગર, ગાઝિયાબાદ, બુલંદશહર, અલીગઢ, મથુરા, આગરા, ફતેહપુર સીકરી, બરેલી, શાહજહાંપુર અને પીલીભીત , ધોરહરા, લખનઉ, ઉન્નાવ, લખનઉ, સુલતાનપુર, ઈટાવા, કાનપુર, અકબરપુર, બારાબંકી, ફૈઝાબાદ, ગોંડા, કૈસરગંજ બેઠક જીતવાની સંભાવના છે. પ્રતાપગઢ, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા, સલેમપુર, બાંસગાવ, જૌનપુર, મછલીશહર, વારાણસી, મીરઝાપુર અને રોબટ્‌ર્સગંજ આ બેઠકો પણ ભાજપને ફાળે જાય તેવી સંભાવના છે.કૈરાના, બિજનોર, નગીના, મુરાદાબાદ, રામપુર, સંભલ, અમરોહા, મેરઠ, બાગપત, ગૌતમબુદ્ઘ નગર, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયુ અને આંવલા અવધની ૨૩ સીટ પર મામલો ૫૦-૫૦નો લાગી રહ્યો છે. સર્વે અનુસાર બીજેપીને ૧૧, ગઠબંધનને ૧૦ અને બે સીટ (અમેઠી, રાયબરેલી) પર કોંગ્રેસને જીત મળી શકે છે. સુલતાનપુર સીટથી કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી ચૂંટણી જીતી શકે છે. ખીરી, હરદોઈ, સીતાપુર, મોહનલાલ ગંજ, મિશ્રિખ, ફર્રૃખાબાદ, કન્નૌજ, આંબેડકર નગર, બહેરાઈચ અને શ્રાવસ્તી બીજેપીનું ગઢ માનવામાં આવતાં પૂર્વાંચલની ૨૬ સીટ પર ભાજપને તગડો ઝટકો મળી શકે છે. સર્વે અનુસાર, ગઠબંધનને અહીં ૧૫ સીટ પર જીત મળી શકે છે અને બીજેપીને માત્ર ૧૧ સીટ પર સંતોષ કરવો પડે તેવી શકયતા છે. મીરઝાપુર સીટથી અનુપ્રિયા પટેલ, વારાણસીથી નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી શકે છે. ભદોહી, ચંદૌલી, ગાઝીપુર, બલિયા, ઘોસી, આઝમગઢ, લાલગંજ, ગોરખપુર, સંત કબીરનગર, બસ્તી, ડુમિરયાગંજ, અલાહાબાદ, ફુલપુર, કૌશાંબી, ફતેહપુર બુંદેલખંડની ચાર સીટ પર મામલો બરાબરી રહેવાની આશા છે. સર્વે અનુસાર, હમીરપુર અને બાંદા સીટ પર ગઠબંધન તો જાલૌન અને ઝાંસીથી બીજેપીને જીત મળી શકે છે.

Related posts

સજાતીય સંબંધો અપરાધ નથી : સુપ્રીમ

aapnugujarat

૨૭મી પહેલાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી ટાળો

aapnugujarat

AP CM Reddy and TS CM KC Rao missed PM Modi’s swearing ceremony as permission not given for landing special aircraft in Delhi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1