Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી નદીમાંથી યુવક-યુવતીની લાશ મળી

શહેરની સાબરમતી નદીમાંથી આજે સવારે પ્રેમી પંખીડાની તરતી હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બંને પ્રેમીયુગલની લાશ જોઇને લોકોમાં ભારે અરેટરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. રિવરફ્રન્ટ્‌ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના પાલડી એનઆઈડી વિસ્તારમાં પાછળના ભાગે સાબરમતી નદીમાં બે લાશ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળી હતી. રેસ્કયુ ટીમે બંનેની લાશને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં નદીમાંથી પ્રેમી પંખીડાઓની લાશ મળવાની બીજી ઘટના બની છે. નદીમાંથી મળી આવેલા પ્રેમીપંખીડામાં મૃતક યુવકનું નામ શંકર (રહે. સાબરમતી મૂળ રાજસ્થાનનો રહેવાસી અને મૃતક સગીરા પૂજા ખોડાજી ઠાકોર (ઉ.વ.૧૫) (રહેવાસી, જૂની રેલવે કોલોની સાબરમતી) હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમા સામે આવ્યું હતું કે, પૂજા ઠાકોર ગઈકાલથી ગુમ હતી. તેના પરિવારે સાબરમતી રેલવે પોલીસમાં અપહરણનો ગુનો પણ નોંધાવ્યો હતો. જો કે, આજે તેણીની લાશ સાબરમતી નદીમાંથી તેના પ્રેમીની સાથે મળતાં પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંને પ્રેમીઓના મોતને લઇ લોકોમાં અરેરાટીની લાગણી પણ જોવા મળતી હતી. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે પણ સગીરાએ પ્રેમી સાથે રૂમાલથી હાથ બાંધી સાબરમતીમાં ઝંપલાવ્યું હતું. બે દિવસ પહેલાં તેમના પ્રેમપત્રો, મોબાઇલ મૂકેલી બેગ રિવરફ્રન્ટ પરથી સિક્યુરિટી ગાર્ડને મળી હતી, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દાણીલીમડાની શ્વેતા પરમાર અને મહેસાણાનો કમલેશ પરમાર શુક્રવારથી ગાયબ હતા. કમલેશ દાણીલીમડા બહેનના ઘરેે અગાઉ રહેવા આવ્યો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. બંને સાથે રહેવા માગતાં હતાં. પરંતુ તેમનો પ્રેમસંબંધ લગ્નના તાતણે નહી બંધાય તેવી દહેશતને પગલે બંને પ્રેમીઓએ આખરે નદીમાં ઝંપલાવ્યું હતું.

Related posts

वडोदरा में बनेगा गुजरात का पहला एयरक्राफ्ट रेस्तरां

editor

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિરુદ્ધ સ્વયંમ સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

બોગસ ઉમેદવાર યાદી ફરતી કરવાના મામલે કોંગ્રેસે પંચ અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1