Aapnu Gujarat
ગુજરાત

કલોલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ

કલોલ નજીક એક બંગલામાં ગેરકાયદે રીતે ચાલતાં કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના બે અને એક રાજસ્થાનના મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બંગલામાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળેથી આઠ મોબાઇલ, એક ગાડી, મેજિક જેક બોક્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. કલોલ તાલુકાના નાંદોલી ગામમાં આવેલા બંગલામાં બેસી વિદેશી નાગરિકોને લોન ભરવાની બીક બતાવી છેતરતા અમદાવાદના બે સહિત ત્રણ શખ્સની સાંતેજ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના અચાનક દરોડા અને બંગલામાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વધુમાં, પોલીસે ઘટનાસ્થળેથી આઠ મોબાઈલ, ત્રણ લેપટોપ, ડોંગલ અને એક ગાડી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસને શંકા ન જાય તે માટે આરોપીઓ બંગલામાં કોલસેન્ટર ચલાવતા હતો. ક્લોલના નાંદેલી ગામમાં આવેલા સુરમ્ય બંગલામાં કેટલાક શખ્સ કોલસેન્ટર જેવું ચલાવતા હોવાની માહિતી સાંતેજ પોલીસ અને ગાંધીનગર એસઓજીની ટીમને મળતા પોલીસે બંગલામાં રેડ કરવામાં આવી હતી. જેમાં આરોપી વિવેક ચૌહાણ (રહે. વેજલપુર, અમદાવાદ), સિદ્ધાર્થ બથીયા (રહે. મકરબા) અને શુભમ શર્મા (રહે. શિરોહી, રાજસ્થાન)ની ધરપકડ કરાઇ હતી. પોલીસે હવે આ બંગલો કોનો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, આરોપીઓ મેજીક જેકથી અમેરિકાના નાગરિકોને ફોન કરી બાકી લોનની ભરપાઈ કરવા જણાવી પૈસા પડાવતા હતા. આઈટયૂન્સ કાર્ડ મારફતે પૈસા એજન્ટ દ્વારા મેળવતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

અલ્પેશના ઘરે વાસ્તુપૂજનમાં ભાજપના ટોપ નેતા હાજર રહ્યાં

aapnugujarat

ખેડબ્રહ્મામાં આંગડિયા પેઢીના કર્મચારીની હત્યાથી સનસનાટી

aapnugujarat

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1