Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં બહેરા-મૂંગાની એક્ટિંગ કરતા યુવકે લાખોના હિરા તફડાવ્યા

ભાવનગરના નિર્મલનગર વિસ્તારમાં બહેરા-મૂંગાની એકટીંગ કરતો એક યુવક રૂ.૧૫ લાખના હીરા ચોરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. સભ્ય સમાજ માટે ચેતવા જેવો આ કિસ્સો છે કારણ કે, ઘણીવાર લોકો બહેરા-મૂંગા લોકો કે બાળકો પરત્વે દયા અને સહાનુભૂતિની લાગણી દર્શાવતા હોય છે પરંતુ તેમની આ શારીરિક ઉણપને કેટલાક ગઠિયાઓ તેમના આર્થિક સ્વાર્થ માટે કેવી રીતે એકટીંગ કરી દૂરપયોગ કરતા હોય છે તે આ કિસ્સા પરથી સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે સીસીટીવી મદદથી યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના નિર્મલનગર વિસ્તારના માધવ રત્ન-૧ બીલ્ડિંગમાં બીજા માળે આવેલી ઓફિસ નંબર-૩૩૫ કે જે અલ્પેશભાઇ પોપટભાઇ વઘાશીયાની છે.
તેઓ પોતાની ઓફિસમા બેઠા હતા.તે વખતે અંદાજીત ૩૦-૩૨ વરસની ઉંમરનો યુવક તેમની ઓફિસમા આવેલો અને પોતે બહેરો-મુંગો હોય તેવી હરકત કરી ફાળો આપવા માટે એક કાગળ ટેબલ ઉપર મુકેલ તે વખતે અલ્પેશભાઇએ તેમને બહાર ચાલ્યા જવાનુ કહેતા તે યુવકે ટેબલ ઉપર મુકેલ કાગળ પરત લીધો હતો. તે સાથે ટેબલ પર પડેલા એક હીરાનુ પડીકુ જેની અંદાજીત કિંમત રુ. ૧૫ લાખની થાય છે. તે આ ગઠીયો ઉઠાવી ગયો હતો. આ અંગેની જાણ થતા અલ્પેશભાઇએ તુરંતજ તેની શોધખોળ કરી હતી. પરંતુ તે શખ્સ પલાયન થઇ ગયો હતો. બાદમાં આ અંગે એ.ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે રસ્તા પરના ઉપરાંત માધવ રત્ન બીલ્ડીંગમા લાગેલા સીસીટીવી ચેક કર્યા હતાં. જેમા આરોપી કેદ થયો હતો. જયારે કે રસ્તા પર લાગેલા સીસીટીવી ચેક કરતા તેમા એક કરતા વધારે શખ્સો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે સીસીટીવી કુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Related posts

રાષ્ટ્રપતિ ચાલી રહેલા વિધાનસભા સત્રની અંદર ગૃહને સંબોધન કરશે, 24 માર્ચે તેઓ ગાંધીનગર આવશે

aapnugujarat

કોટડા (દી) ગામમાં ચોરી : પોલીસે ચોરને ઝડપી પાડ્યો

editor

સુરેન્દ્રનગરમાં પારો વધી ૪૫.૩ ડિગ્રી : જનજીવન ઠપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1