Aapnu Gujarat
Uncategorized

કોટડા (દી) ગામમાં ચોરી : પોલીસે ચોરને ઝડપી પાડ્યો

દિયોદર તાલુકાના કોટડા દી ગામમાં ચોરીનો બનાવ બન્યો હતો. ચોરે ઘરના નળીયા તોડી ગઈ ૪.૫૦ લાખની ચોરી કરી હતી જેને ગણતરીની કલાકોમાં જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા ગામે ઘરમાંથી રૂપિયા ૪.૫૦ લાખની ચોરની ઘટના સામે આવી હતી. વધુ માહિતી પ્રાપ્ત થતા જાણવા મળ્યું છે કે કોટડાના વીરભણજી કમાજી ઠાકોરે ગામના વ્યક્તિએ તેમની પાસે ગીરવે મુકેલી જમીન છોડાવતા તે પૈસા બોર બનાવવા રાખી મૂક્યા હતા પરંતુ બુધવારે રાત્રે ઘરમાં ચોરી થતાં તેમને તુરંત જ દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી .
પીએસઆઈ એ. એલ. આહીર સહિતનાં સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી જયંતિ પરમારને રોકડ રકમ, બાઈક અને એક મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વિરમગામ તાલુકાનું પાણીથી તરસ્યું વલાણા ગામ આજે પાણીદાર બન્યું

editor

જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન

editor

સોમનાથમાં ૨૩માં સંકલ્પ સિદ્ધિ દિનની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1