Aapnu Gujarat
ગુજરાત

ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવાર જાહેર કર્યાં

ભાજપ દ્વારા આજે ગુજરાતની વધુ ચાર બેઠક પર તેના ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢથી રાજેશ ચુડાસમા, આણંદથી દિલીપ પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી અને છોટા ઉદેપુર ગીતાબહેન રાઠવાને ટિકિટ અપાઇ છે. જો કે, ભાજપે ચાર પૈકીની ત્રણ બેઠક પર નો રિપીટ થિયરી અપનાવી છે અને જૂનાગઢની એક બેઠક પર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. આમ, ભાજપે ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો પૈકી ૨૩ ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે હવે માત્ર ત્રણ ઉમેદવારોના નામો જ બાકી છે. ભાજપ દ્વારા આજે વધુ ચાર ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે જ્યારે આણંદ, પાટણ અને છોટાઉદેપુર નવા ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતની ૨૬માંથી માત્ર ૩ બેઠકો પર ઉમેદવારો જાહેર હજુ થવાના બાકી છે. જે ૩ બેઠકો પર ઉમેદવારો જાહેર થયા નથી આ ત્રણેય બેઠક પાટીદારોના પ્રભુત્વવાળી બેઠકો છે, તેથી ત્યાં ભાજપ બહુ વિચારીને નિર્ણય લેવામાં માને છે. આ સાથે ભાજપે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે તાલાલા બેઠક પરથી જશાભાઈ બારડનું નામ જાહેર કર્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે. તાલાલા બેઠક પર લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે. આણંદ લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલ(બકાભાઈ)ને ટિકિટ અપાતા આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભી પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી થતાં લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે. જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, ભાજપમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલામાં ભાજપના જશા બારડને ટિકિટ મળી છે

Related posts

જનઔષધિ કેન્દ્ર ખોલવા મળી રહી છે અઢી લાખની સહાય

aapnugujarat

9 ઓગસ્ટથી ભાવનગરથી બે વિશેષ ટ્રેનો દોડશે

editor

ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

Leave a Comment

UA-96247877-1