Aapnu Gujarat
Uncategorized

કેરીનું જૂનાગઢ બજારમાં આગમન

ઊનાળો શરુ થતા જ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીનું આગમન પણ થઇ ચુક્યુ છે. બાળકોથી લઇને મોટેરા સુધી બધાની પ્રિય એવા ફળોના રાજા કેસર કેરીનું બજારમાં આગમન થઇ ગયું છે.
જો કે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાઓ વર્તાઇ રહી છે, જેના કારણે કેરના ભાવ પણ આકાશે પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઇ છે.ફળોના રાજા કેરીના શોખીનો માટે સારા સમાચાર છે સોરઠની પ્રખ્યાત કેસર કેરીનું જૂનાગઢમાં આગમન થઇ ચૂક્યું છે, ગુરુવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની પહેલી કેસર કેરીની હરરાજી થઇ હતી, જેમાં ૧૦ કિલોના બોક્સ રૂપિયા બે હજારના ભાવે વેચાયું હતું.
પહેલા દિવસે બે હજારથી ૨૨૦૦ રૂપિયા સુધીનું ૧૦ કિલોનું બોક્ષ વેચાયું છે, આ વર્ષે સીઝનમાં બદલાવ આવવાથી કેરીનો પાક ઓછો તેમજ મોડો આવેલો છે, હાલ ખુબ ઊંચા ભાવ છે, પરંતુ આવનારા દિવસોમાં કેવા ભાવ રહે તે કહેવું મુશ્કેલ છે પણ કેરીની બમ્પર આવક મે મહિનામાં થશે અને અંદાજીત જુનના અંતમાં પૂર્ણ થવાની શક્યતા છે.
આખા વિશ્વમાં ગીરની ઓળખ સમી કેસર કેરીનાં ખેડૂતો છેલ્લા એક દાયકાના રેકોર્ડ બ્રેક નુકસાનમાંથી પસાર થઈ રહ્યાં છે. કમોસમી વરસાદ અને તોફાની પવનોનાં કારણે મોટા ભાગના મોર ખરી પડ્યા છે. માર્કેટમાં ગત વર્ષની સરખામણીમાં માત્ર ૨૫થી ૩૦% જેટલો જ પાક પહોચશે તે નક્કી છે. કેસર કેરીના વેપારીઓનું માનીયે તો આ વર્ષ કેસર કેરીનો સ્વાદ ચાખવા માટે આપે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધુ ભાવ ચુકવવા પડી શકે છે. ૨૫૦ થી ૫૦૦ રૂપિયામાં મળતું કેરીનું બોક્સ આ વખતે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા ચુકવવા પડી શકે છે.માર્કેટમાં કેરીની ઓછી આવકથી વેપારીઓની પણ હાલ તો ચિંતા વધી ગઇ છે. ત્યારે કેરીના રસિયાઓને અત્યારથી જ મન મક્કમ કરવું પડશે તે નક્કી છે.

Related posts

નોટબંધી છતાં પણ ભ્રષ્ટાચાર છે : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

aapnugujarat

અમદાવાદ સિવિલ : ૭૮% ડૉક્ટર માનસિક તણાવમાં

editor

સુરતમાં બ્લેક ફંગસના લીધે યુવકની બંને આંખો છીનવાઈ

editor

Leave a Comment

UA-96247877-1