Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગોવામાં એમજીપીનાં બે સભ્યો ભાજપમાં જોડાયા

ગોવામાં અડધી રાત્રી બાદ જોરદાર રાજકીય ઘટનાક્રમક અને રાજકીય નાટયાત્મક ઘટનાનો દોર શરૂ થયો હતો. ભારતીય જનતા પાર્ટી સરકારમાં સાથી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ત્રણ પૈકી બે સભ્યોએ પોતાની પાર્ટીના નેતા અને સરકારમાં નાયબ મુખ્યપ્રધાન સુદિન ધવલીકરને એકલા છોડી દઇને બાજપની તરફેણમાં આવી ગયા છે. એટલુ જ નહીં આ ધારાસભ્યોએ સ્પીકરની સામે ભાજપમાં મર્જ થવા માટેની અરજી પણ આપી દીધી છે. ગોવા સરકારમાં આ નાટયાત્મક ઘટનાક્રમથી હવે સવાલ એ થાય છે કે નાયબ મુખ્યપ્રધાન ધવલીકરનુ હવે શુ થશે. એમજીપીના બંને ધારાસભ્યો મનોહર અજગાંવકર અને દિપક પવાસ્કરે ગોવા વિધાનસભાના સ્પીકરને પત્ર લખીને કહ્યુ છે કે તેઓએ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીને ભાજપમાં મર્જ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ ૩૬ સભ્યોના ગૃહમાં ભારતીય જનતા પાર્ટીનુ સંખ્યાબળ હવે વધીને ૧૪ થઇ ગયુ છે. આ નાટયાત્મક ઘટનાક્રમ પહેલા ગોવા સરકારની સ્થિરતા માટે એમજીપીના ત્રણ ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. ગોવાની ૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજપના નેતૃત્વમા સરકારને ૨૦ ધારાસભ્યોનો ટેકો છે. બાજપના પોતાના ૧૧ સભ્યો છે. એમજીપી અને ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ત્રણ સભ્યો સામેલ છે. પવાસ્કરે દાવો કર્યો છે કે તેમને અને પ્રમોદ સાવંત સરકારમાં પ્રધાન બનાવવામાં આવનાર છે. ગોવામાં જોરદાર રાજકીય ઘટનાક્રમનો દોર જારી રહ્યો છે. આ ઘટનાક્રમના દોર વચ્ચે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને ભારે આશ્ચર્ય થયુ છે.ગોવાના મુખ્યપ્રધાન રહેલા મનોહર પારિકરના હાલમાં અવસાન બાદ ભારતીય જનતા પાર્ટી સામે જટિલ સ્થિતી સર્જાઇ ગઇ હતી. જો કે હવે પાર્ટીને રાહત થઇ છે.

Related posts

मनी लॉन्ड्रिंग केस : तिहाड़ जेल भेजे गए कांग्रेस नेता डीके शिवकुमार

aapnugujarat

heavy water inflow 8 gates of Sriram Sagar project opened fully

aapnugujarat

कश्मीर के राजनीतिक दल बन गए है ‘बलि का बकरा’, 370 की बहाली के लिए लड़ने को तैयार : महबूबा

editor

Leave a Comment

UA-96247877-1