Aapnu Gujarat
Uncategorized

ધારાસભ્ય લલિત વસોયાની કારની ટક્કરથી એકનું મોત

ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાની કારને અકસ્માત નડ્‌યો હતો જેમાં ઈજાગ્રસ્ત થયેલી એક યુવતીનું આજે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. મૃતક યુવતીનું નામ દિશાની મહેતા હતું. પોલીસે સમગ્ર મામલે હાલ લલિત વસોયાના ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. જો કે, બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાની કારને પોરબંદર પાસે અકસ્માત નડ્‌યો હતો. આ અકસ્માતમાં લલિત વોસાયાને માથામાં ઇજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે લલીત વસોયા આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. તેઓ એક ટીવીચેનલની ડિબેટમાં ભાગ લેવા જઈ રહ્યા હતાં. ત્યારે એરપોર્ટ નજીક તેમની કારને ગંભીર અકસ્માત નડ્‌યા હતો. જેમાં કારની ટક્કરથી યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેનું ત્યાં કરૂણ મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને ધારાસભ્ય લલિત વસોયાના ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, અક્સ્માતમાં યુવતીના કરૂણ મોતના બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તો અકસ્માતની બીજીબાજુ, ધારાસભ્ય લલિત વસાયોની વિરૂધ્ધ ચૂંટણીને લઇ વિરોધ દર્શાવતાં પોસ્ટરો લાગતાં તેઓની મુશ્કેલી વધી હતી. ધોરાજીનાં જામકંડોરણા ચોકડી પાસે દિવાલ પર લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા હતા જેમાં લખાણ હતું કે, કોંગ્રેસના ધારાસભ્યને ટિકિટ આપવામાં આવશે તો ચૂંટણી સમયે જોયા જેવી થશે. આમ ચૂંટણી સમયે જ અચાનક ધારાસભ્ય લલિત વસોયા વિરૂદ્ધ પોસ્ટર્સ લાગતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. લખાણમાં એવું પણ લખાયું છે કે, હવે ચૂંટણી ટાણે જ વસોયાને કેમ પાટીદારોની યાદ આવી..આમ, વસોયા સામે સવાલો પણ સ્થાનિકોએ ઉઠાવ્યા છે.

Related posts

જામનગરમાં નવા વર્ષે ૪૪ પક્ષીઓએ આકાશ તરફ ઉડાન ભરી

editor

સોમનાથ ટ્રસ્ટનું પર્યાવરણ જતન ક્ષેત્રે આગવું પગલું

aapnugujarat

धारी के मोणवेल गाँव में तेंदुएा दो लोगों का खा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1