Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રવાદનો અર્થ ફક્ત ભારત માતાની જય બોલવા પૂરતો નથી : વેંકૈયા નાયડુ

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે રાષ્ટ્રવાદનો અર્થ એક ફોટોની સામે ભારત માતાની જય કે પછી જય હો બોલવા પૂરતો જ નથી. જો તમે લોકોને ધર્મ, જાતિ, ગ્રામીણ અને શહેરી આધારે ભાગલા પાડો છો તો ભારત માતાની જય નથી કરી રહ્યાં. તેમના મતે સાચી દેશભક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે બધાં લોકો માટે જય હોય.
દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે હાલની શિક્ષણ પદ્ધતિમાં બદલાવની જરૂરિયાત ઘણાં સમયથી અનુભવાઈ રહી છે. તેમના મતે અંગ્રેજી માનસિકતાને ખતમ કરવી જોઈએ અને બાળકોને સાચો ઈતિહાસ ભણાવવો જોઈએ. તેઓએ કહ્યું કે પ્રાચીન સામાજીક વ્યવસ્થાની જાણકારીની સાથે સંસ્કારપરક શિક્ષા તેઓને આપવા પડશે. જોવું પડશે કે શિક્ષા બાળકોમાં રાષ્ટ્રવાદની ભાવનાનો સંચાર કરે.
વેંકૈયાએ કહ્યું કે અસીમ સંભાવનાઓ આપણી પ્રતીક્ષા કરે છે. યુવા તેનો લાભ લઈને નવા ભારતનું નિર્માણકરે, જેમાં ભય, ભ્રષ્ટાચાર, ભૂખ અને ભેદભાવની કોઈ જગ્યા ન હોય.
તેમના કહેવા મુજબ યુવા અશિક્ષા, ગરીબી, જાતિવાદ, ગ્રામીણ અને શહેરી વચ્ચેના ભેદભાવને દૂર કરવાનો પ્રયાસ કરે, તે જ આપણું નવું ભારત હશે.

Related posts

हमारी पार्टी पूरी मजबूती से बीजेपी के साथ खड़ी हैं : हरसिमरत कौर

aapnugujarat

કુંભ પહોંચેલા અમિત શાહે સંગમ ખાતે લગાવેલ ડુબકી

aapnugujarat

માયાવતી પર ભરોસો ન કરી શકાય,અખિલેશે બુઆ કેવી રીતે ગણાવી દીધા : શિવપાલ યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1