Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે એક મેચ રમાનાર છે. જે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાશે. આઈપીએલની પ્રથમ મેચ જ મહેન્દ્રસિંહના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને જીતી લીધા બાદ રોચક શરૂઆત થઈ છે. આવતીકાલે રાજસ્થાન અને કિંગ્સ ઈલેવનની મેચ પણ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ઉપર રોમાંચક બને તેવી શક્યા છે. રહાણેના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ ઘરઆંગણે પંજાબ ઉપર લીડ મેળવવા માટે તૈયાર છે. જોકે કિંગ્સ ઈલેવનમાં ગેઈલ ઉપર નજર રહેશે જે હાલમાં જોરદાર ફોર્મમાં છે. આઇપીએલની મેચો શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જોરદાર ક્રેઝ રહેનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે. આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૨માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.

Related posts

Sensex slumped by 318 pts to 38,897.46, Nifty ended by 90.60 points

aapnugujarat

બદઇરાદા સાથે કોઇ કામ નહીં કરે : મોદી

aapnugujarat

રાષ્ટ્રપતિ ચૂંટણી : નરેન્દ્ર મોદી એનડીએના સાંસદોને સંબોધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1