Aapnu Gujarat
રમતગમત

કોલકત્તા-સનરાઇઝ વચ્ચે રોચક જંગનો તખ્તો તૈયાર

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક શરૂઆત થયા બાદ આવતીકાલે રવિવારે સનરાઇઝ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર જંગ ખેલાનાર છે. કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી છે.દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલક્તાની ટીમમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.

Related posts

પાકિસ્તાન અન્ડર-૧૯ રાષ્ટ્રીય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

aapnugujarat

રોમેશ રત્નાયકે શ્રીલંકાના બોલિંગ કોચ બન્યાં

aapnugujarat

MIकी गेंदबाजी को मजबूत करने की जरूरत : जहीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1