Aapnu Gujarat
રમતગમત

આજે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે જોરદાર સ્પર્ધા થશે

આઇપીએલ-૧૨માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાનાર છે. મેચને લઇને દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ ઘરઆંગણે વધારે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આ ટીમ આવતીકાલની મેચમાં હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ટીમમાં અનેક એવા ખેલાડીઓ છે જેમની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મુંબઇની ટીમ અનેક વખત જોરદાર દેખાવ કરી ચુકી છે. કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યુ છે કે તે તમામ મેચોમાં ઓપનિંગ કરનાર છે. આનો અર્થ એ થયો કે હરિફ પર શરૂઆતથી જ દબાણ લાવવામાં આવનાર છે. લીગ તબક્કાની શરૂઆત થયા બાદ હવે કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો આવતીકાલે શરૂ થયા બાદ પાંચમી મે સુધી ચાલનાર છે.ત્યારબાદ ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. ઇન્ડિયન પ્રિમિયર લીગને આઇપીએલ તરીકે પણ ગણવામાં આવે છે. બીસીસીઆઇ દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે સ્પર્ધાની શરૂઆત ૨૩મી માર્ચથી થનાર છે. આ વખતે લોકસભા ચૂંટણી પણ થઇ રહી છે જેથી કાર્યક્રમને લઇને પહેલા ભારે દુવિધા હતી. એક વખતે સામાન્ય ચૂંટણી હોવાના કારણે દેશની બહાર પણ આઇપીએલના આયોજનને લઇને વિચારણા કરવામાં આવી હતી.જો કે આખરે ભારતમાં આઇપીએલનુ આયોજન કરવાનો નિર્ણય કરવામા ંઆવતા ચાહકો ખુશ દેખાયા હતા. મુંબઇના વાનખેડે ખાતે રમાનાર મેચને લઇને મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા માટે પહોંચે તેવી શક્યતા છે. આઈપીએલમાં અનુભવી વિકેટકીપર ધોની અને વિરાટ કોહલી ઉપર તમામની નજર રહેશે. એકબાજુ વિરાટ કોહલીએ ૧૬૩ મેચો રમી છે અને ૪૯૪૮ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ચાર સદી અને ૩૪ અડધી સદી ફટકારી છે. ધોનીએ ૧૭૫ મેચો રમીને ૨૦ અડધી સદી ફટકારી છે. ધોનીએ ૪૦૧૬ રન બનાવ્યા છે. ધોનીએ ચેન્નાઈને ત્રણ વખત ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી છે. મુંબઈની ટીમ પણ ત્રણ વખત ચેમ્પિયન બની છે. ચેન્નાઈ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૨માં ચેમ્પિયન બની હતી.

Related posts

बांग्लादेश के खिलाफ सीरीज के लिए टीम इंडिया का एलान

aapnugujarat

भारतीय टीम को धोनी के बिना खेलने की आदत डालनी होगी : गांगुली

aapnugujarat

द. अफ्रीका के 2 विकेट गिरे, बरसात से रुका मैच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1