Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જાન્યુઆરીમાં રોજગાર માટે વ્યાપક તકો સર્જાઈ : રિપોર્ટ

બેરોજગારીને લઇને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો જોરદાર હોબાળો મચાવી રહ્યા છે ત્યારે હાલમાં જ જારી કરવામાં આવેલા ઈપીએફઓના નવા ડેટાને ધ્યાનમાં લેવામાં આવે તો જાન્યુઆરી ૨૦૧૯માં રેકોર્ડ સંખ્યામાં નોકરીની તકો ઉભી થઇ છે. જો ફોર્મલ સેક્ટરમાં રોજગારીની તકો ઉભી કરવા માટેના સાચા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે તો જાન્યુઆરી ૨૦૧૯માં સપ્ટેમ્બર ૨૦૧૭ બાદથી સૌથી વધુ સંખ્યામાં નોકરીની તકો ઉભી થઇ છે. એકબાજુ સરકાર ફોર્મલ સેક્ટરમાં નોકરી માટે માપદંડ ગણાતા ઇપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા ઉપર મુખ્યરીતે આધાર રાખે છે જ્યારે ટિકાકારો આ પ્રકારના આંકડાને ધ્યાનમાં લેતા નથી. કારણ કે, તેમનું કહેવું છે કે, બેરોજગારીની જે રીતે સ્થિતિ છે તેને લઇને આંકડામાં કેટલીક દુવિધા રહેલી છે. ટિકાકારોનું એમ પણ કહેવું છે કે, જો કોઇ કંપની એક મહિનામાં ૧૯ વર્કરોને નોકરી આપે છે અને આગલા મહિને ૨૦ વર્કરોને નોકરી આપે છે તો અગાઉના મહિનામાં ૦ની સામે ૨૦ કર્મચારીઓને ગણાવામાં આવે છે. આંકડા જારી કરવામાં આવ્યા બાદ આમા સતત સુધારા કરવામાં આવે છે. નંબરમાં પેરોલની ગણતરી કરવામાં આવે તો આંકડા જુદા જુદા રહેલા છે. જાન્યુઆરી ૨૦૧૯ના ગાળામાં આંકડો સૌથી વધારે નોંધાય છે. ઇપીએફઓના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવે તો જાણી શકાય છે કે, જાન્યુઆરી મહિનામાં પણ આંકડો ઉલ્લેખનીયરીતે સુધર્યો છે. જો કે, કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ આંકડાને સ્વીકારવા માટે તૈયાર નથી. તેમના કહેવા મુજબ બેરોજગારીના કારણે શિક્ષિત યુવા વર્ગની હાલત ખુબ જ કફોડી બનેલી છે. આંકડા પરથી આ બાબત સાબિત થાય છે.

Related posts

ब्रिटिश HC का फैलसा सुरक्षित, भारतीय बैंको से माल्याने की अपील

aapnugujarat

आदर्श घोटाला की जांच रिपोर्ट में दो पूर्व आर्मी चीफ पर कार्रवाई की सिफा

aapnugujarat

અદાણીને ટેલિકોમ સેવાના ઉપયોગ માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1