Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીનો વડાપ્રધાન મોદી પર પ્રહાર, પ્રજાને મૂર્ખ સમજવાનું બંધ કરે

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાન મોદીએ વંશવાદ અંગે કરેલા નિવેદન મામલે પલટવાર કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ ગત પાંચ વર્ષોથી સતત મીડિયા સહિત પ્રત્યેક સંસ્થાઓ પર હુમલા કરી રહી છે.
મોદી લોકોને મૂર્ખ બનાવવાના બંધ કરે કેમકે લોકો બધુ સમજી ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ (મોદી) અમને જેટલા પણ હેરાન કરે પરંતુ અમે ડરીશું નહીં. જે લોકો સત્તામાં હોય છે તેમને બે વહેમ હોય છે.
પહેલો કે તેઓ સરળતાથી લોકોને ગેરમાર્ગે દોરી દેર્શ અને બીજો એ છે કે, તેમને લાગે છે કે જે તેમની વિરુદ્ધ બોલે છે તેમને તેઓ ડરાવી દેશે. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ડરવાના નથી. તેઓ જેટલા અમને ડરાવશે અમે તેટલી જ તાકાતથી તેમની સાથે લડીશું. હકીકતમાં વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર વંશવાદના રાજકારણ પર નિશાન સાધતા લખ્યું હતું કે, વંશવાદના રાજકારણને લીધે દેશને ખૂબ જ નુકસાન થયું છે.
મીડિયાથી સંસદ સુધી, સૈનિકોથી લઇને ફ્રી સ્પીચ સુધી, બંધારણથી લઇને કોર્ટ સુધી, કંઇપણ બાકી રાખ્યું નથી. કેટલાક વિચાર શેર કરી રહ્યો છું….!

Related posts

કોંગ્રેસના યુવા નેતા પક્ષના રાજકીય ભવિષ્ય માટે ચિંતિંત

editor

સહારા કેસમાં સુબ્રત રોય અને ત્રણ ડાયરેક્ટરને ૨૮ ફેબ્રુઆરીએ સુપ્રીમમાં હાજર થવા સમન્સ જારી

aapnugujarat

સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1