Aapnu Gujarat
રાષ્ટ્રીય

રોહતક ગેંગરેપ કેસમાં ૭ આરોપીઓને મોતની સજા બહાલ

હરિયાણા હાઈકોર્ટે ૨૦૧૫માં રોહતકમાં થયેલા ગેંગ રેપના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા મર્ડર રેફરન્સ પર તેમની સજા યથાવત રાખી છે. ૭ આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપ સાથે કરી હતી, અને જજમેન્ટની કોપી હાઈકોર્ટમાં દાખલ કરી હતી.
હરિયાણા સરકારે વકીલ દીપક સબરવાલને જણાવ્યું કે હાઇકોર્ટના જસ્ટિસ એ બી ચોધરી પર આધારિત ડિવિઝન બેંચે આ મામલે રેર ઓફ રેરેસ્ટ ગણતા આરોપીઓની મિલકત વેચીને સરકારે ૫૦ લાખ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે.
આમાંથી ૨૫ લાખ રૂપિયા મૃતકની બહેનને આપવામાં આવશે અને ૨૫ લાખ રૂપિયા સરકારી ખાતામાં જમા કરાવવામાં આવશે.
આ મામલે હરિયાણા સરકાર જુલાઇ મહિનામાં તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં આપશે.ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૧૫ના એક નેપાળી યુવતીનું અપહરણ થઇ ગયું હતું. ત્યારબાદ યુવતીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને બાદમાં ક્રુરતા પુર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી.
પીડિતાનો મૃતદેહ પોલીસને ૪ ફેબ્રુઆરીએ બહ અકબરપુરની પાસેથી ખેતરોમાં નગ્ન હાલતમાં મળ્યો હતો. પોલીસ તપાસ બાદ ૮ આરોપીઓને આ મામલે દોષીત જાહેર કરી ધરપકડ કરી હતી.
આરોપીઓને રોહતક કોર્ટે ૨૧ ડિસેમ્બર ૨૦૧૫ના ફાંસીની સજા સંભળાવી હતી. તેમાંથી એક આરોપી સોમબીરે દિલ્હીમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નેપાળી યુવતીના આ કેસને રેર ઓફ રેરસ્ટ ગણાવ્યો હતો.

Related posts

असम में ७ मौतें, बिहार में कई जिले बाढ़ की चपेट में

aapnugujarat

NIC के कंप्यूटर हुए हैक

editor

પુખ્ત વયની સ્ત્રી પસંદગીની વ્યક્તિ સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્ર : દિલ્હી હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1