Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ એનડીએને ૧૩ સીટોનો લાભ

પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર કરવામા ંઆવેલા હવાઇ હુમલા બાદ એનડીએની સ્થિતી વધારે મજબુત બની છે. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદથી એનડીએને ૧૩ સીટોનો ફાયદો થયો છે. આ પહેલા એનડીએને ૨૭૦ સીટો મળી રહી હતી. હવે આ સંખ્યા ૨૮૩ સીટો સુધી પહોંચી ગઇ છે.ય બાલાકોટ બાદ ઉત્તરપ્રદેશમાં ભાજપને સૌથી વધારે સીટો વધી છે. યુપીમાં ત્રણથી વધારે સીટોનો ફાયદો થઇ રહ્યો છે. જ્યારે બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ ફાયદો થઇ રહ્યો છે. યુપીમાં પહેલા ભાજપને ૩૯ સીટોની વાત કરવામાં આવી રહી હતી. હવે આ સંખ્યા ૪૨ થઇ ગઇ છે. સટ્ટાબજાર બાદ વહે ટાઈમ્સ નાઉ અને વીએમઆરના સર્વેમાં પણ કેટલીક બાબતો સપાટી ઉપર આવી રહી છે. હિન્દી પટ્ટા દિલ્હીમાં સાતે સાત સીટ પર ભાજપની જીત થઇ શકે છે. મધ્યપ્રદેશમાં ૨૨ સીટો અને રાજસ્થાનમાં ૨૦ સીટો મળી શકે છે. બંગાળમાં પણ ભાજપ સારો દેખાવ કરશે. વોટ શેયર મુજબ કોંગ્રેસ અને ડાબેરીઓને કોઈ સીટ મળશે નહીં. બિહારમાં આ વખતે પણ સ્થિતિ સારી રહી શકે છે. એનડીએને ૨૭ સીટો મળી શકે છે. લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ સટ્ટાબજારમાં પણ જોરદાર તેજી આવી ગઇ છે. રાજસ્થાનમાં જોધપુરનજીક ફલોદમાં સટ્ટા માર્કેટ ફરી સક્રિય છે. સટ્ટા માર્કેટમાં કહેવામાં આવ્યુ છે કે એનડીએ સરકાર કેન્દ્રમાં સરળતાથી નવી સરકાર બનાવી લેશે. સટ્ટા માર્કેટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ એકલા હાથે ૨૫૦થી વધારે સીટ જીતી જશે. જ્યારે એનડીએ તો ૩૦૦-૩૧૦ સીટ જીતી જશે.સર્વે મુજબ એનડીએને ૫૪૩ પૈકી ૨૮૩ સીટો અને યુપીએને ૧૩૫ સીટ મળી શકે છે. હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. સર્વે મુજબ ભાજપ અને સાથી પક્ષો બહુમતિના આંકડાને મેળવી લેશે. અન્ય પાર્ટીઓના ખાતામાં ૧૨૫ અને યુપીએના ખાતામાં ૧૩૫ સીટો આવી શકે છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪ જેવો દેખાવ ભાજપ કરી શકશે નહીં. ભાજપને ૪૨ સીટોથી સંતોષ કરવાની ફરજ પડશે. મહાગઠબંધનના ખાતામાં ૩૬ અને કોંગ્રેસને બે સીટો મળી શકે છે.

Related posts

रक्षामंत्री राजनाथ सिंह ने 43 पुलों का किया लोकार्पण

editor

૧૮થી ૨૨ સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે

aapnugujarat

લિંગાયત સંદર્ભે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ફ્લોપ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1