Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લિંગાયત સંદર્ભે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ફ્લોપ રહ્યો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સત્તા જાળવી રાખવા માટે લિંગાયત કાર્ડ રમ્યું હતું પરંતુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું લિંગાયત કાર્ડ ઉપર લોકોએ વિશ્વાસ કર્યો નથી. કર્ણાટક ચૂંટણીમાં ભાજપની જીતથી કોંગ્રેસ અને જેડીએસને એકબાજુ ફટકો પડ્યો છે. તેમના માટે પણ કેટલીક બાબત પરેશાની કરવા વાળી છે. કોંગ્રેસમાં સિદ્ધરમૈયા સરકારે ચૂંટણી પહેલા લિંગાયત સમુદાયને લઘુમતિનો દરજ્જો આપવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. એમ માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપના પરંપરાગત મતને હાસલ કરવા માટે લિંગાયતોનો મોટો હિસ્સો કોંગ્રેસની તરફેણમાં આવશે અને ભાજપને મોટો ફટકો પડશે પરંતુ સિદ્ધારમૈયાના માસ્ટર સ્ટ્રોકની કોઇ અસર દેખાઈ નથી. લિંગાયત સમુદાયના લોકો ભાજપની સાથે રહ્યા હોવાના અહેવાલને સમર્થન મળ્યુંછે. પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ચોંકી ગયા છે. લિંગાયત સમુદાયના લોકો ભાજપની સાથે દેખાયા છે. અન્ય સમુદાયના લોકો પણ ભાજપની તરફેણમાં દેખાયા છે. રાજકીય જાણકાર લોકોનું કહેવું છે કે, લિંગાયતમાં કોંગ્રેસ ગાબડા પાડવામાં નિષ્ફળ રહી છે. આના માટે કેટલાક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. લિંગાયત સમુદાયના લોકો ભાજપના મત તરીકે રહ્યા છે. કર્ણાટકની રાજનીતિમાં જાણકાર લોકોનુ ંકહેવું છે કે, લઘુમતિ દરજ્જો આપવાનો ફાયદો સીધીરીતે લિંગાયત સમુદાય સાથે જોડાયેલા ટ્રસ્ટને થયો હતો. આનાથી પોતાની સંસ્થાઓને ચલાવવામાં તેમને મળી શકી હોત પરંતુ સામાન્ય લોકો આને વધારે મોટા ફાયદા તરીકે જોઈ રહ્યા ન હતા. આવી સ્થિતિમાં યેદીયુરપ્પાને જીતાડવા માટે સમુદાયના લોકો લાગી ગયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના આ કાર્ડથી લિંગાયત સમુદાયના લોકો તેમની સાથે આવ્યા ન હતા બલ્કે અન્ય હિન્દુ સમુદાયના લોકો કોંગ્રેસથી દૂર જતા રહ્યા હતા. બીજા સમુદાયના હિન્દુ લોકોએ આને વિભાજનની રાજનીતિ તરીકે ગણી હતી અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો હતો. ભાજપ આ એંગલથી પણ લાભ ઉઠાવવામાં સફળ રહ્યો છે. હિન્દુ સમાજને વિભાજિત કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આની અસર પ્રચારમાં પણ દેખાઈ હતી. દલિત સમુદાયના બહુમતિવાળા વિસ્તારમાં ભાજપને ઘણી સીટો પર સીધો ફાયદો થયો છે.
સિદ્ધારમૈયાએ રાજ્યપાલને રાજીનામુ સોંપ્યું
કર્ણાટક વિધાનસભાના ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય મેનેજમેન્ટનો દોર શરૂ થયો હતો. પરિણામ અને પ્રવાહ જારી થયા બાદ હાલના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને મુખ્યમંત્રી પદેથી આપેલું રાજીનામુ સુપ્રત કર્યું હતું. સિદ્ધારમૈયાથી પહેલા કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પરમેશ્વર પણ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા પરંતુ રાજભવનથી સમય ન મળતા આ મુલાકાત થઇ શકી ન હતી.
પરમેશ્વર પરત ફર્યા બાદ જ સિદ્ધારમૈયા રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને મુખ્યમંત્રી તરીકે રાજીનામુ સુપરત કર્યું હતું. એમ માનવામાં આવે છે કે, આ ગાળા દરમિયાન રાજ્યપાલ અને સિદ્ધારમૈયાએ થોડાક સમય સુધી ચર્ચા કરી હતી. ત્યારબાદ વિદાય લેતા મુખ્યમંત્રી રાજભવનથી રવાના થઇ ગયા હતા. બે સીટો ઉપર ચૂંટણી લડી રહેલા સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી સીટ પરથી જેડીએસના ઉમદેવાર સામે હારી ગયા છે. જો કે, બદામી સીટ પર તેઓ મુશ્કેલથી જીતી શક્યા હતા. અહીં તેઓએ ભાજપના ઉમેદવાર પર જીત મેળવી હતી.

Related posts

देश में कोरोना का आतंक : 24 घंटे में मिले रेकॉर्ड 69,652 नए केस

editor

ચીનને પછડાટ : મસૂદ અંતે વૈશ્વિક ત્રાસવાદી જાહેર થયો

aapnugujarat

भारत ने रद्द की दिल्ली-अटारी समझौता लिंक एक्सप्रेस ट्रेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1